3 કલાક પેહલા
- કૉપી લિંક
કાજોલ દર વર્ષે નવરાત્રીના અવસરે તેના આખા પરિવાર સાથે દુર્ગા પૂજાનું આયોજન કરે છે. આ પૂજામાં ઘણા સેલેબ્સ અને તેમના પરિવારજનો ભાગ લે છે. આ દરમિયાન દુર્ગા પૂજાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કાજોલ ગુસ્સે થઈ ગઈ હતી. મહેમાનો પર ગુસ્સે થતી હોય વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
જે વીડિયો સામે આવ્યો છે તેમાં કાજોલ એ લોકો પર ગુસ્સે થઈ રહી છે જે શૂઝ પહેરીને દુર્ગા પૂજા પંડાલમાં પહોંચ્યા હતા. કાજોલે તેના પર બૂમ પાડી, એક બાજુ જાઓ, તમારા શૂઝ બહાર નીકાળો, હેલો, હેલો, પ્લીઝ કોઈ શૂઝ પહેરીને ન આવશો.
આ પછી કાજોલે માઈક હાથમાં લીધું અને ગુસ્સામાં એલાન કર્યું કે, બૂટ પહેરનાર દરેક જણ ખસી જાય. હું તમને બધાને કહેવા માંગુ છું કે થોડો આદર રાખો, આ પૂજા છે. આટલું કહેતાની સાથે જ કાજોલ ગુસ્સામાં ત્યાંથી નીકળી ગઈ હતી.
કાજોલનો આખો પરિવાર દુર્ગા પૂજામાં હાજર રહ્યો હતો. કાજોલે સાડી પહેરીને પૂજામાં ભાગ લીધો હતો, જ્યારે અજય દેવગન અને તેનો પુત્ર યુગ ટ્વિનિંગ કરતા જોવા મળ્યા હતા.
આલિયા ભટ્ટ તેની બહેન શાહીન સાથે પૂજામાં સામેલ થઈ હતી. આલિયા મરૂન સાડીમાં આવી હતી.
દુર્ગા પૂજા પંડાલમાં રાની મુખર્જી લાલ સાડીમાં પહોંચી હતી.
કાજોલ દર વર્ષે દુર્ગા પંડાલનું આયોજન કરે છે, આ વખતે રાનીનો સપોર્ટ છેલ્લા ઘણા સમયથી કાજોલ જુહુમાં દુર્ગા પૂજા પંડાલ લગાવી રહી છે. જે નોર્થ બોમ્બે સર્વજનીન દુર્ગા પૂજા તરીકે ઓળખાય છે. જો કે, આ વર્ષે કાજોલ અને રાની મુખર્જીએ સાથે મળીને જુહુમાં SNDT મહિલા યુનિવર્સિટી પાસે દુર્ગા પૂજા પંડાલનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી.