34 મિનિટ પેહલા
- કૉપી લિંક
અજય દેવગન આજે એટલે કે 2જી એપ્રિલે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ કારણે પત્ની કાજોલે તેના માટે એક ફની પોસ્ટ શેર કરી છે. શેર કરેલી તસવીરમાં અજય એક પૂલના કિનારે ઊભેલો જોવા મળે છે. પોસ્ટ શેર કરતી વખતે કાજોલે લખ્યું – કારણ કે હું જાણું છું કે તમે તમારા જન્મદિવસને લઈને એટલા ઉત્સાહિત છો કે તમે બાળકની જેમ કેક વિશે વિચારીને કુદકા મારી રહ્યા છો. આટલું જ નહીં, તમે તાળીઓ પાડીને ગોળ-ગોળ ફરો છો… તો ચાલો હું તમને શુભકામનાઓ આપીને તમારા દિવસની શરૂઆત કરું. જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ..
કાજોલે આ તસવીર શેર કરીને અજયને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
અજય દેવગન ફિલ્મ ‘મેદાન’માં જોવા મળશે
મેદાન ફિલ્મ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે. સૈયદ અબ્દુલ રહીમે પોતાનું સમગ્ર જીવન ફૂટબોલને સમર્પિત કર્યું હતું અને ભારત માટે ઘણી સિદ્ધિઓ પણ લાવ્યા હતા. ફિલ્મમાં અજય દેવગને તેનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં અજય દેવગનની સાથે પ્રિયામણી અને ગજરાવ રાવ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ઈદના અવસર પર 10 એપ્રિલ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અજય હાલમાં જ ફિલ્મ ‘શૈતાન’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે.
અજય દેવગનનો જન્મ 2 એપ્રિલ 1969ના રોજ દિલ્હીમાં પંજાબી પરિવારમાં થયો હતો. તેનું સાચું નામ વિશાલ વીરુ દેવગન છે. તેમના પિતા વીરુ દેવગન સ્ટંટ કોરિયોગ્રાફર અને એક્શન મૂવી ડિરેક્ટર હતા. તેની માતા વીણા દેવગન નિર્માતા છે. અજય દેવગણે પોતાના કરિયરમાં 100 થી વધુ ફિલ્મો કરી છે. 8 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે 194 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આગામી દિવસોમાં અજય ‘મેદાન’, ‘સિંઘમ અગેન’ અને અન્ય ફિલ્મોમાં જોવા મળશે.