8 મિનિટ પેહલા
- કૉપી લિંક
હિમાચલ પ્રદેશના મંડી સીટથી સાંસદ બન્યા બાદ જ્યારે કંગના રનૌત સંસદ પહોંચી ત્યારે તે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને મળી હતી. બંનેની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
આ તસવીરો વાયરલ થયા બાદ કંગના રનૌતે કહ્યું, ‘હું ચિરાગને ઘણા સમયથી ઓળખું છું. તે મારા સારા મિત્ર છે. બિચારો મારી સાથે એક- બે વાર હસ્યો તો તમે લોકો તો પાછળ પડી ગયા. હવે તે પણ પોતાનો રસ્તો બદલીને જતા રહે છે.’
કંગના-ચિરાગ સંસદની બહાર હસતા અને મજાક કરતા જોવા મળ્યા.
જૂનમાં કંગના અને ચિરાગ પાસવાનનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં બંને સંસદની બહાર જ જોવા મળ્યા હતા. બંને એકબીજાને મળ્યા પણ હતા. વીડિયોમાં કંગના પીળા રંગની સાડીમાં જોવા મળી હતી, જ્યારે ચિરાગ સફેદ કુર્તા અને બ્લુ જીન્સમાં જોવા મળ્યો હતો.
જૂનમાં નવી દિલ્હીમાં એનડીએની સંસદીય બેઠકમાં કંગના અને ચિરાગ પણ મળ્યા હતા. બંનેએ હાથ મિલાવ્યા અને સાથે હસ્યા અને મજાક પણ કરી હતી.
ચિરાગે કહ્યું- હું કંગનાને મળવા માટે ઉત્સાહિત હતો
થોડા સમય પહેલા સ્મિતા પ્રકાશ સાથેના પોડકાસ્ટમાં ચિરાગે કંગના વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘હું તે (કંગના)ને સંસદમાં મળવા માટે ખરેખર ઉત્સાહિત હતો. છેલ્લા 2-3 વર્ષથી હું મારા જીવનમાં એટલો વ્યસ્ત હતો કે મારો સંપર્ક તૂટી ગયો હતો.
જ્યારે હોસ્ટે ચિરાગને પૂછ્યું કે શું તે કંગનાને તેના ભાષણ માટે કોઈ સૂચન આપવા માંગે છે, તો તેણે કહ્યું, ‘હાહાહા, ના, ના. કોઈ ટીપની જરૂર નથી.’
કંગનાએ 2014માં આવેલી ફિલ્મ ‘મિલે ના મિલે હમ’માં ચિરાગ સાથે કામ કર્યું હતું.
ચિરાગે કંગનાના વખાણ કરતાં કહ્યું હતું – તે એક મજબૂત મહિલા છે, તે પોતાના વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કરે છે.
અગાઉ ચિરાગે કહ્યું હતું કે, તે કંગનાને ફરી મળવાની રાહ જોઈ રહ્યો છે. તેણે કહ્યું હતું કે, ‘હું તેને મળવા માટે ઉત્સુક છું. અમે એક સારા બોન્ડ શેર કરીએ છીએ. અમે એક ફિલ્મમાં સાથે કામ કર્યું છે. અમે સંસદમાં મળીશું. મને લાગે છે કે તે એક મજબૂત મહિલા છે. તે ખુલ્લી રીતે તેના વિચારો વ્યક્ત કરે છે. હું પણ તેમને સંસદમાં સાંભળવા માટે ઉત્સાહિત છું.’