2 કલાક પેહલા
- કૉપી લિંક
કન્નડ એક્ટર શિવ રાજકુમાર લાંબા સમયથી બ્લેડર કેન્સરથી પીડિત હતા. તાજેતરમાં, એક્ટરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે તે હવે કેન્સર ફ્રી છે. આ વીડિયો જોયા પછી ફેન્સ તેને ઓળખી શકતા નથી કારણ કે કીમોથેરાપીના કારણે તેના વાળ ખરી ગયા છે.
શિવ રાજકુમારે વીડિયો શેર કર્યો એક્ટરે સોશિયલ મીડિયા પર તેની ભાવનાત્મક સફર શેર કરી છે. એક્ટરે જણાવ્યું કે 24 ડિસેમ્બર, 2024ના રોજ, તેણે અમેરિકાના મિયામી કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં ગોલ બ્લેડર કેન્સરની સર્જરી કરાવી અને આ સર્જરી સફળ રહી. સારવાર દરમિયાન, ડોકટરોએ તેના બ્લેડરને રિપ્લેસ કર્યુ હતુ.
સારવાર લેતા પહેલા એક્ટર ખૂબ જ ડરી ગયો હતો શિવકુમારે વીડિયોમાં વધુમાં કહ્યું કે સારવાર લેતા પહેલા તે ખૂબ જ ડરી ગયો હતો. પરંતુ ચાહકો, સંબંધીઓ અને ડૉક્ટરોના સ્પોર્ટથી હિંમત મળી. આ વીડિયોમાં એક્ટરની સાથે તેની પત્ની ગીતા પણ જોવા મળી રહી છે.
એક્ટરની પત્નીએ ચાહકોનો આભાર માન્યો હતો ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા એક્ટરની પત્નીએ કહ્યું- બધાને નવા વર્ષની શુભકામનાઓ. તમારી પ્રાર્થનાને કારણે ડૉ. શિવ રાજકુમારના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેનો પેથોલોજી રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે અને હવે તે કેન્સર ફ્રી છે. અમે બંને તમારી પ્રાર્થનાનાં આભારી છીએ.
એક્ટર હાલ સંપૂર્ણ બેડ રેસ્ટ પર છે શિવ રાજકુમારે જણાવ્યું કે તેમની કિડની બ્લેડર કાઢી લેવામાં આવી છે અને બીજું બ્લેડર લગાવવામાં આવ્યું છે. તેણે કીમોથેરાપી પણ કરાવી છે. ડોક્ટરોએ તેને વધુ એક મહિનો આરામ કરવા કહ્યું છે અને કાળજી રાખવાની સલાહ આપી છે. શિવ રાજકુમારે ચાહકોનો આભાર માન્યો હતો. તેણે તેના ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે તે જલ્દી જ કામ પર પરત ફરશે.