44 મિનિટ પેહલા
- કૉપી લિંક
કરીના કપૂર અને સૈફ અલી ખાન હાલમાં તાન્ઝાનિયામાં વેકેશન માણી રહ્યા છે. આવી સ્થિતિમાં કરીના કપૂરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 2 તસવીરો શેર કરી છે.
કરીના કપૂર અને સૈફ અલી ખાને રજાઓ માણી
પ્રથમ ફોટામાં, કરીના કપૂર પતિ સૈફ અલી ખાન અને બંને બાળકો – તૈમુર અને જેહ સાથે જોવા મળે છે. બીજા ફોટોમાં સૈફ અને કરીના એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે. કરીનાએ કેપ્શન લખ્યું – તમારી ઉપરનું આકાશ હંમેશા વાદળી રહે. મારા ક્રૂ તરફથી તમને બધાને હોળીની શુભકામનાઓ.. કરીનાએ આગળ હેશટેગ સેરેંગેતી 2024 લખ્યું. તમને જણાવી દઈએ કે, સેરેંગેતી તાંઝાનિયામાં સ્થિત એક રાષ્ટ્રીય ઉદ્યાન છે.
આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે
કરીનાએ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા
કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્ન 16 ઓક્ટોબર, 2012ના રોજ થયા હતા. સૈફની પહેલી પત્ની અમૃતા સિંહ હતી જેની સાથે તેણે 2004માં છૂટાછેડા લીધા હતા. કરીના સૈફ કરતા 10 વર્ષ નાની છે. લગ્ન બાદ કરીના 2016માં પુત્ર તૈમૂરની અને 2021માં પુત્ર જેહની માતા બની હતી.
લવ જેહાદ અંગે પણ ચર્ચા થઈ હતી
કેટલાક સંગઠનોએ આ લગ્નને લવ જેહાદ ગણાવ્યું હતું. આ અંગે કરીનાએ કહ્યું હતું કે, ‘હું લવ જેહાદમાં નહીં પણ પ્રેમમાં માનું છું. મને લાગે છે કે પ્રેમ એવી વસ્તુ છે જેને તમે વ્યાખ્યાયિત કરી શકતા નથી. એમાં એક જુસ્સો, એક ઝંખના અને બીજી ઘણી બાબતો છે. અને તેની વચ્ચે કોઈ ધાર્મિક દીવાલ નથી હોતી. હવે જો કોઈ હિંદુ છોકરો હોય અને તે મુસ્લિમ છોકરીને પ્રેમ કરવા લાગે તો તમે તેને રોકી નહીં શકો. તમે કોઈને પૂછીને પ્રેમ કરતા નથી.’
શાહિદ સાથે બ્રેકઅપ બાદ કરીના સૈફની નજીક આવી હતી
2007ની આસપાસ શાહિદ કપૂર સાથેના બ્રેકઅપ બાદ કરીના કપૂરની સૈફ અલી ખાન સાથેની નિકટતા વધવા લાગી. સૈફ અને કરીનાએ ફિલ્મ ‘ઓમકારા’માં એકસાથે બહુ ઓછા સીન શૂટ કરવાના હતા. બંને સેટ પર સાથે જોવા મળ્યા હતા. જ્યારે કરીના કે સૈફના એકસાથે સીન ન હતા ત્યારે પણ તેઓ સેટ પર સાથે જ રહ્યા હતા. ‘ઓમકારા’ બાદ સૈફ યશ રાજ બેનરની ફિલ્મ ‘ટશન’ના શૂટિંગ દરમિયાન કરીનાની નજીક જોવા મળ્યો હતો.
શૂટિંગ દરમિયાન લાંબા વોક પર જતા હતા હતા
સૈફ અને કરીના શૂટિંગમાંથી સમય કાઢીને લાંબા સમય સુધી ફરવા જતા હતા. તેમના અફેર વિશે ગોસિપ શરૂ થઈ ગઈ હતી પરંતુ બંનેમાંથી કોઈએ મીડિયાની સામે તેનો સ્વીકાર કર્યો ન હતો. લેક્મે ફેશન વીક દરમિયાન, સૈફ-કરીના પહેલીવાર એક જ કારમાં સાથે આવ્યા હતા. અહીં પહેલીવાર સૈફ અલી ખાને સ્વીકાર્યું કે તે કરીનાને ડેટ કરી રહ્યો છે. એક વખત 2010માં એવી ચર્ચા હતી કે સૈફ અને કરીના જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. પછી તેનુ અનૌપચારિક ખંડન પણ કરવામાં આવ્યું હતું.