11 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ, એક્ટ્રેસ કરીના કપૂરે સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી, જેમાં તેણે કહ્યું કે જ્યારે તમારા પ્રિયજનો સાથે આવી કોઈ ઘટનાઓ બને છે ત્યારે તમને વિનમ્ર બનાવી દે છે.
કરિનાની ઈન્સ્ટાગ્રામ પર ક્રિપ્ટિક પોસ્ટ કરીના કપૂરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, જીવનની પરિસ્થિતિઓ વિશેના સિદ્ધાંતો અને ધારણાઓ વાસ્તવિક નથી. તમે લગ્ન, છૂટાછેડા, ચિંતા, બાળકનો જન્મ, કોઈ પ્રિયજનનું મૃત્યુ, પાલન-પોષણ જેવી બાબતોને ક્યારેય સાચી રીતે સમજી શકતા નથી, જ્યાં સુધી તે ખરેખર તમારી બની ન જાય. જ્યાં સુધી તમારો વારો નથી આવતો અને જીવન તમને વિનમ્ર નથી બનાવતું, ત્યાં સુધી આપણને લાગે છે કે આપણે બીજા કરતાં વધુ સમજદાર છીએ.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/09/61fonjckareena625x30008february25_1739075203.jpg)
સૈફ પર હુમલા બાદ એક્ટ્રેસે કરેલી પોસ્ટ અગાઉ, કરીના કપૂરે સૈફ પર થયેલા હુમલા બાદ ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરી હતી, જેમાં તેણે મીડિયાને લિમિટ્સનું સન્માન કરવાં અને પોતાની સ્પેસ આપવા કહ્યું હતું. તેણે વધુમાં કહ્યું હતું કે, આ અમારા પરિવાર માટે એક પડકારજનક દિવસ રહ્યો છે અને અમે હજુ પણ બનેલી ઘટનાઓને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હું મીડિયા અને પાપારાઝીને નમ્ર વિનંતી કરું છું કે આ મુશ્કેલ સમયમાં અટકળોથી દૂર રહે. અમે તમારી ચિંતા અને સમર્થનની પ્રશંસા કરીએ છીએ, પરંતુ સતત તપાસ અને ધ્યાન ફક્ત ભારે જ નહીં પરંતુ અમારી સલામતી માટે એક મોટું જોખમ પણ છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/09/kareena-kapoor-saif-ali-khan-1-2025-02-f2cf92c6e89_1739075442.jpg)
સૈફ હુમલા કેસ પર અપડેટ સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપી મોહમ્મદ શહજાદના ફિંગરપ્રિન્ટ્સ મેચ થઈ ગયા છે. મુંબઈ પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, 16 જાન્યુઆરીએ સૈફ અલી ખાન પર હુમલો કરનારા આરોપીઓના ફિંગરપ્રિન્ટના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટમાં પુષ્ટિ મળી છે કે કેટલાક ફિંગરપ્રિન્ટ્સ મેચ થયા છે. જોકે, પોલીસ હાલમાં અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
આ ઘટના સંબંધિત 4 નિવેદનો વાંચો…
- કરીના કપૂર (સૈફની પત્ની): સૈફે મહિલાઓ અને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેમણે દરમિયાનગીરી કરી ત્યારે હુમલાખોર જહાંગીર (કરીના-સૈફના નાના પુત્ર) સુધી પહોંચી શક્યો નહોતો. તેણે ઘરમાંથી કોઈ ચોરી કરી નથી. હુમલાખોર ખૂબ જ આક્રમક હતો. તેણે સૈફ પર ઘણી વખત હુમલો કર્યો. હુમલા પછી હું ડરી ગઈ હતી તેથી કરિશ્મા મને તેના ઘરે લઈ ગઈ.
- અરિયામા ફિલિપ (ઘરની નોકરાણી): બાથરૂમ પાસે એક પડછાયો દેખાયો. એવું લાગતું હતું કે કરીના તેના નાના પુત્રને મળવા આવી હશે, પરંતુ પછી એક વ્યક્તિ દેખાઈ. તેના મોં પર આંગળી મૂકીને તેને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો અને કરોડ રૂપિયાની માગણી કરી. અવાજ સાંભળીને સૈફ અલી ખાન બાળકોના રૂમમાં પહોંચી ગયો. સૈફને જોતાં જ આરોપીએ તેના પર હુમલો કર્યો.
- ભજન સિંહ (ઓટો-ડ્રાઇવર): હું રાત્રે ડ્રાઇવિંગ કરતો હતો. સતગુરુ ભવન સામેથી કોઈએ બૂમ પાડી. હું ઓટો ગેટ પાસે રોકાઈ ગયો. લોહીથી લથપથ એક માણસ દરવાજામાંથી બહાર આવ્યો. શરીરના ઉપરના ભાગે અને પીઠના ભાગે ઊંડો ઘા હતો. ગરદન પર પણ ઈજા હતી. હું તરત જ તેને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ ગયો.
- નીતિન ડાંગે (હોસ્પિટલના ડૉક્ટર): સૈફ તેના પુત્ર તૈમુર સાથે પગપાળા હોસ્પિટલની અંદર આવ્યો હતો. તેના હાથ પર બે ઘા હતા. ગરદન પર પણ ઘા હતો, જેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે.
સૈફ સંબંધિત આ સમાચાર પણ વાંચો…
સૈફ હુમલા કેસમાં- ફેસ, ફિંગરપ્રિન્ટ્સ અને ઓળખ મેચ…
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/09/comp-1131738901688-1_1739075323.gif)
સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપી શરીફુલ ઇસ્લામના કેટલાક ફિંગરપ્રિન્ટ્સ એક્ટરના ઘરેથી લેવામાં આવેલા નમૂનાઓ સાથે મેચ થયા છે. 15 જાન્યુઆરીની મોડી રાત્રે સૈફ પર હુમલો થયો હતો. 22 જાન્યુઆરીના રોજ, મુંબઈ પોલીસે ફિંગરપ્રિન્ટ્સ અને અન્ય નમૂના લીધા અને તપાસ માટે CID લેબમાં મોકલ્યા….. સંપૂર્ણ સમાચાર વાંચો…