2 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરે 2000માં આવેલી ફિલ્મ રેફ્યુજીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે, ફિલ્મનો પહેલો શોટ આપવા માટે તેણે સેટ પર કેટલાય કલાકો સુધી રાહ જોવી પડી હતી. તાજેતરમાં, અભિનેત્રીએ જણાવ્યું હતું કે તે સેટ પર ખૂબ જ ડરી ગઈ હતી, કારણ કે ફિલ્મના નિર્દેશક જેપી દત્તા તેનો પહેલો ટેક જોયા પછી કશું બોલ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા હતા.
તાજેતરમાં, બ્રુટ સાથેની વાતચીત દરમિયાન, કરીના કપૂરે તેની પ્રથમ ફિલ્મ રેફ્યુજીના સેટ પર બનેલી ઘટના વિશે વાત કરી. તેણે કહ્યું કે, મેં ફિલ્મના પહેલા દિવસે મારા પ્રથમ શૉટ માટે સેટ પર આખો દિવસ રાહ જોઈ. પરંતુ શોટ થઈ રહ્યો ન હતો. શૉટ રાત્રે કરવાનો હતો એટલે મેં આખી રાત રાહ જોઈ. કોઈ શૂટિંગ કરતું નહોતું અને હું આશ્ચર્ય પામી રહી હતી કે શું થઈ રહ્યું છે. તે મારી પ્રથમ ફિલ્મ હતી.
કરીનાએ વધુમાં કહ્યું કે, ત્યારબાદ રાત્રે લગભગ પોણા ચાર વાગ્યે આસિસ્ટન્ટ ડિરેક્ટર મારી પાસે આવ્યા અને કહ્યું કે શોટ તૈયાર છે. મેં તેને કહ્યું કે સવારના 4 વાગ્યા છે. તેણે કહ્યું કે આ ઈન્ટ્રો સીન છે. મને બિલકુલ સમજાયું નહીં. જે.પી. દત્તા (રેફ્યુજીના ડાયરેક્ટર) સરને એક ટેવ છે. શૉટ પછી તે ક્યારેય ઓકે કહેતા નથી. શૉટ થઈ ગયા પછી, તેઓ ફક્ત કૅમેરા ઉપાડે છે અને તેને બીજી જગ્યાએ લઈ જાય છે. આનો અર્થ એ કે શોટ બરાબર છે.
કરીનાએ વાતચીતમાં જણાવ્યું કે, ફિલ્મ રેફ્યુજીનો પહેલો શોટ હતો જેમાં તે પોતાના માથા પરથી ઘૂંઘટ હટાવે છે અને પૂછે છે – શું મને પાણી મળશે. જે.પી. દત્તાએ તેને શોટ સમજાવ્યો અને કેમેરા ફેરવ્યો. કરીનાએ શોટ આપ્યો અને જેપી દત્તા કશું બોલ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. આ જોઈને કરીના ડરી ગઈ. તેણે વિચાર્યું કે આ તેના જીવનનો પહેલો શોટ છે અને ડિરેક્ટરે ઠીક પણ કહ્યું નથી. કરીનાએ જણાવ્યું કે ગભરાઈને તેણે ડાયરેક્ટરને પૂછ્યું કે શું શોટ ઠીક છે, જેના જવાબમાં તેને જવાબ મળ્યો કે તે ઠીક છે.
આના પર કરીનાએ કહ્યું- એક જ ટેક હતો અને મારી આખી કારકિર્દી દાવ પર લાગી ગઈ હતી. પરંતુ જે.પી. દત્તાએ કહ્યું કે તે એક જ શોટ સારો હતો. કરીનાએ ફિલ્મ રેફ્યુજીથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે અભિષેક બચ્ચન, સુનીલ દત્ત અને જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં હતા.