9 મિનિટ પેહલા
- કૉપી લિંક
કરીના કપૂરના મોટા પુત્ર તૈમૂરના જન્મ બાદ તેના નામને લઈને ઘણો વિવાદ થયો હતો. કરીના અને સૈફને આજે પણ એ વાત યાદ છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં કરીના કહી રહી છે કે તૈમૂરને તે સમયે શું થયું તેનો અંદાજ પણ નહીં હોય. બાદમાં તેને લોકોનો પ્રેમ પણ મળ્યો હતો. કરીનાએ કહ્યું કે તેણે તેના દાદા રાજ કપૂરના શબ્દોને ધ્યાનમાં રાખ્યા છે કે જો તેણે સુપરસ્ટાર બનવું છે તો તેણે આ બધું સહન કરવું પડશે.
વિવાદથી ફરક પડતો હતો મિસ માલિની શોબિઝ પર કરીના કપૂરનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આમાં તે તૈમૂર વિવાદ અને રાજ કપૂરની સલાહ વિશે વાત કરતી જોવા મળે છે. કરીનાએ જણાવ્યું કે તેના દાદાએ કહ્યું હતું કે જો તેને સુપરસ્ટાર બનવું છે તો તેણે આ બધું સહન કરવું પડશે નહીંતર આ જગ્યા તેના માટે નથી. રાજ કપૂરે કહ્યું હતું કે દિલ પથ્થર જેવું રાખવું પડશે. તૈમૂરના નામ પર થયેલા હોબાળા પર તેણે કહ્યું, ‘અલબત્ત મને ચિંતા હતી કે લોકો તેના નામ વિશે વાત કરી રહ્યા છે. તેને તો કદાચ એ પણ ખબર નહોતી કે આટલો મોટો હોબાળો સર્જાયો હતો’
તૈમૂર બધું સમજી રહ્યો છે કરીનાએ આગળ કહ્યું, ‘પરંતુ તેને ઘણો પ્રેમ પણ મળ્યો કારણ કે લોકો તેનામાં રસ લેતા હતા. હું વિચારતી હતી કે શા માટે? તમે તેને ઓળખતા પણ નથી, તે ઘણો નાનો છે. તેથી મને લાગે છે કે હવે તે ધીરે ધીરે આ સમગ્ર સંસ્કૃતિને સમજી રહ્યો છે અને સમજશે કે લોકો શા માટે તેની પાછળ આવે છે અને ફોટા લે છે’
સંભાળીને કરે છે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરીનાએ કહ્યું, પરંતુ હું તેને યાદ કરાવતી રહી છું કે કંઈક કરવું જરૂરી છે, તારા માતા-પિતાએ પણ કંઈક કર્યું છે. આથી તે ધીરે ધીરે સમજી ગયો છે. કરીનાએ જણાવ્યું કે, સમગ્ર હોબાળા દરમિયાન સૈફ રિલેક્સ હતો. તેએ એમ પણ કહ્યું કે તે ઇન્સ્ટાગ્રામ પર ઘણી બધી વસ્તુઓ પોસ્ટ કરે છે પરંતુ બધું જ પોસ્ટ કરતી નથી કારણ કે જે બન્યું તેના કારણે તે થોડી સાવચેત છે.