6 મિનિટ પેહલા
- કૉપી લિંક
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં કપૂર બહેનો કરીના અને કરિશ્મા ગેસ્ટ તરીકે આવી હતી. બંનેએ હોસ્ટ કપિલ અને શોની ટીમ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. તેને પોતાના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો પણ જણાવી. કરિશ્માએ કહ્યું કે, સૈફ અલી ખાન તેનો મિત્ર હતો. જ્યારે તેને ખબર પડી કે કરીના સૈફના પ્રેમમાં પડી છે ત્યારે તે ચોંકી ગઈ હતી.
કરિશ્માએ જણાવ્યું કે, કરીનાએ મને બોલાવી અને સોફા પર બેસવા કહ્યું કારણ કે તે મને ખૂબ જ અગત્યની વાત કહેવા માંગતી હતી. હું સોફા પર બેઠી અને તે પછી મને કહ્યું કે તે સૈફને કેટલો પ્રેમ કરે છે. ત્યારે હું શોક્ડ થઇ ગઈ. કારણ કે મને લાગતું હતું સૈફ પહેલા મારો મિત્ર છે.
‘સૈફ-કરીનાની વાત સાંભળીને હું શોક્ડ હતી’ કરિશ્માએ કહ્યું કે, હું શોક્ડ હતી. કરીના અને સૈફ ડેટિંગ પહેલા જ એકબીજાને ઓળખતા હતા. કરિશ્મા માટે તે થોડું વિચિત્ર હતું કે તેનો મિત્ર તેની બહેનનો જીવનસાથી બનવા જઈ રહ્યો હતો. પણ કરિશ્માએ આગળ કહ્યું કે, જ્યારે સૈફ પરિવારનો હિસ્સો બની ગયો છે તો તેમની મિત્રતા વધુ મજબૂત બની છે.
કરિશ્માનો પહેલો ક્રશ કોણ હતું કરીનાએ કર્યો ખુલાસો એ જ એપિસોડમાં કપિલે કરીનાને પૂછ્યું હતું કે, શું સૈફે તેને પહેલા પ્રપોઝ કર્યું હતું કે તમે પ્રપોઝ કર્યું હતું. જવાબમાં તેને કહ્યું કે, જ્યાં સુધી મને ખબર છે, તેને જ પ્રપોઝ કર્યું હતું. કારણ કે ‘મેં આપની ફેવરિટ હું’. આ એપિસોડમાં કરીનાએ સલમાન ખાન પર કરિશ્માનો પહેલો ક્રશ હોવાનો પણ ખુલાસો કર્યો હતો.