9 કલાક પેહલા
- કૉપી લિંક
કિયારા અડવાણી માતા બનવા જઈ રહી છે. એક્ટ્રેસે 28 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી આ વાત શેર કરી હતી. હવે, તેનો જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે સ્વસ્થ રહેવા અને જોડિયા બાળકો વિશે વાત કરતી જોવા મળે છે. આ વીડિયો તેમની ફિલ્મના પ્રમોશનનો છે.
છોકરો-છોકરી બંને જોઈએ છે ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં, પત્રકારે તેણે પૂછ્યું, જો તમને જોડિયા બાળકો થાય, તો તમે કયું કોમ્બિનેશન પસંદ કરશો?’ બે છોકરીઓ, બે છોકરાઓ કે એક છોકરો અને એક છોકરી? જવાબમાં, કિયારા કહે છે- મને ફક્ત બે સ્વસ્થ બાળકો જોઈએ છે, જે ભગવાન મને ભેટમાં આપી શકે.
ઇન્ટરવ્યૂ દરમિયાન કરીના કપૂર પણ ત્યાં હાજર હતી. તેણે કિયારાને ચીડવી એમ કહ્યું કે, અને આ તાજ તારા નામે જાય છે. કરીનાએ મજાકમાં કહ્યું કે, તેનો જવાબ મિસ યુનિવર્સ જેવો લાગ્યો. પછી કિયારા કહે છે કે તે એક છોકરો અને એક છોકરીને જન્મ આપવા માંગશે.

કિયારા અને સિદ્ધાર્થે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી અને લખ્યું – ‘જીવનની સૌથી સુંદર ભેટ આવી રહી છે’
‘મારી દીકરીમાં હું કરીના જેવો કોન્ફિડન્સ ઈચ્છીશ’ આ જ ઇન્ટરવ્યૂમાં, જ્યારે કિયારાને પૂછવામાં આવ્યું કે તે તેની પુત્રીમાં કરીના કપૂરના કયા ગુણો ઇચ્છે છે? જવાબમાં, કિયારા કહે છે- તેનો આત્મવિશ્વાસ, તેના હાવભાવ, તેની ઓરા.’ તેના બધા ગુણો. તે 10 માંથી 10 છે.
કિયારા-સિદ્ધાર્થનાં લગ્ન 2023માં થયાં હતાં કિયારા-સિદ્ધાર્થની પહેલીવાર 2021માં આવેલી ફિલ્મ ‘શેરશાહ’ના સેટ પર મળ્યાં હતાં. સિદ્ધાર્થે પરમવીર ચક્ર સ્વર્ગસ્થ કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં કિયારાએ તેની ગર્લફ્રેન્ડ ડિમ્પલની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યાં અને પછી તેઓ ડેટિંગ કરવા લાગ્યાં. 7 ફેબ્રુઆરી 2023ના રોજ કિયારા-સિદ્ધાર્થએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યાં હતાં. કપલે પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. હવે લગ્નનાં બે વર્ષ બાદ કપલે ગુડ ન્યૂઝ શેર કર્યા છે.