એક કલાક પેહલા
- કૉપી લિંક
શાહરૂખ ખાન આજે ગુરુવારે શિરડી સાંઈ બાબા મંદિરે પહોંચ્યો હતો. એસઆરકે સાથે તેમની પુત્રી સુહાના ખાન અને મેનેજર પૂજા દદલાની પણ જોવા મળી હતી. એક વર્ષમાં આ ચોથી વખત છે જ્યારે શાહરૂખ મંદિરમાં આશીર્વાદ લેવા ગયો છે.
પહેલાં માતાના દરબારમાં અને હવે બાબાના દરબારમાં
શાહરુખ ખાનની ફિલ્મ ‘ડંકી’ 21 ડિસેમ્બરે રિલીઝ થશે. આ સ્થિતિમાં અભિનેતા ભગવાન પાસેથી આશીર્વાદ મેળવવાની કોઈ તક છોડવા માગતો નથી. શાહરુખ ખાન મંગળવારે વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયો હતો. હવે એક્ટર સાઈ બાબાના આશીર્વાદ લેવા ગયો છે. શાહરુખ શિરડી સાંઈ બાબા મંદિરમાં કડક સુરક્ષા સાથે જોવા મળ્યો હતો. અભિનેતા પુત્રી સુહાના ખાન અને મેનેજર પૂજા દદલાની સાથે આરતી કરતો જોવા મળ્યો હતો. શાહરૂખે સફેદ ટી-શર્ટ અને પુત્રી સુહાનાએ સફેદ સલવાર સૂટ પહેર્યો હતો.
આ પહેલાં પણ SRK તેમની સફળતા માટે ફિલ્મ ‘પઠાન’ અને ‘જવાન’ની રિલીઝ પહેલા મંદિરમાં દર્શન કરવા ગયો હતો.
શાહરૂખ પણ ઉમરાહ માટે મક્કા ગયો હતો
થોડા સમય પહેલાં ‘ડંકી’ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરીને શાહરુખ પણ મક્કા પહોંચી ગયો હતો. તેમણે ત્યાં ઈસ્લામિક યાત્રા ઉમરાહ કરી હતી. ફોટો શેર કરતી વખતે સાઉદી અરેબિયાના એક પત્રકારે પુષ્ટિ કરી હતી કે શાહરુખ મક્કા પહોંચી ગયો હતો અને ઉમરાહ કર્યો હતો. આ દરમિયાન તે સફેદ કપડામાં જોવા મળ્યો હતો.
‘ડંકી’ 21 ડિસેમ્બરે રિલીઝ થશે
શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ‘ડંકી’ 21 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મને રાજકુમાર હિરાનીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં શાહરુખ ઉપરાંત વિકી કૌશલ, બોમન ઈરાની અને તાપસી પન્નુ પણ મુખ્ય ભૂમિકામાં છે.’ડંકી’ એ ભારતીયો પર આધારિત છે જેઓ વિદેશ જઈને વધુ સારું જીવન ઈચ્છે છે.
શાહરૂખની આ વર્ષની આ ત્રીજી ફિલ્મ હશે. આ પહેલા ફિલ્મ ‘પઠાન’ અને ‘જવાન’ને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. બંને ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
‘ધ આર્ચીઝ’માં જોવા મળી સુહાના ખાન
સુહાના ખાનની તાજેતરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ ફિલ્મને એકદમ મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ઝોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદા અને બોની કપૂરની પુત્રી ખુશી કપૂર પણ છે. કોમિક પાત્ર પર આધારિત ‘ધ આર્ચીઝ’ 7 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી.