54 મિનિટ પેહલા
- કૉપી લિંક
સંદીપ રેડ્ડી વાંગાએ હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેના એક ઇન્ટરવ્યૂમાં ‘એનિમલ’ની ટીકા કરવા બદલ આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. સંદીપે કહ્યું કે કિરણે તેમની ફિલ્મને મહિલા વિરોધી ગણાવી હતી. આ સાથે જ કહ્યું છે કે કિરણ રાવે મારી ફિલ્મો પર ટિપ્પણી કરતાં પહેલાં આમિર ખાનની ફિલ્મો જોવી જોઈએ.
હવે આ કારણે કિરણ રાવે ધ ક્વિન્ટ સાથે વાત કરતા સંદીપ રેડ્ડી વાંગાને જવાબ આપ્યો છે. કિરણ કહે છે કે તેમ ણે ક્યારેય ‘એનિમલ’ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. તેમણે કહ્યું કે મેં ક્યારેય તેમની ફિલ્મ જોઈ નથી કે ક્યાંય તેમની ફિલ્મનું નામ લીધું નથી. કિરણે પોતાના પૂર્વ પતિનો બચાવ કરતા કહ્યું – હું આમિરને જેટલું જાણું છું, તેમણે ‘ખંબે જૈસી ખડી હૈ’ ગીત માટે માફી માગી હતી. પરંતુ જો સંદીપને આમિર વિશે કંઈ કહેવું હોય તો તેમણે આમિર સાથે રૂબરૂ વાત કરવી જોઈએ.

કિરણે કહ્યું- મેં ઘણીવાર મહિલાઓના વિરોધ અને તેમના પ્રતિનિધિત્વની વાત કરી છે. પરંતુ મેં ક્યારેય કોઈ ફિલ્મનું નામ લીધું નથી. વધુમાં કહ્યું, શ્રી વાંગાને કેમ લાગ્યું કે હું તેમની ફિલ્મ વિશે વાત કરી રહી છું? મેં તેમની ફિલ્મ ક્યારેય જોઈ નથી.

કંગના રનૌતે પણ સંદીપના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી હતી

શું છે સમગ્ર મામલો
ઇન્ટરવ્યૂ દરમિયાન સંદીપે કહ્યું- મોટા સુપરસ્ટારની બીજી પૂર્વ પત્નીએ કહ્યું કે મારી ફિલ્મોમાં છોકરીઓનો પીછો કરવામાં આવે છે. હવે તેમને કોણ કહે કે આને પીછો કરવો નહીં, નજીક આવવું કહેવાય. ‘ડર’ અને ‘અંજામ’ જેવી ફિલ્મોમાં પીછો કરવો એ આપણે જોયું છે. એ ફિલ્મોમાં હીરો પાગલની જેમ હીરોઈનનો પીછો કરતો જોવા મળ્યો હતો. શા માટે તે પ્રશ્ન ક્યારેય ઉઠાવવામાં આવ્યો ન હતો?
હું સંમત છું કે ‘એનિમલ’ એક હિંસક ફિલ્મ છે. મને આ સ્વીકારવામાં કોઈ વાંધો નથી, પરંતુ આ કોઈ પણ કિંમતે મહિલા વિરોધી ફિલ્મ નથી.