32 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ ક્રિતી સેનને લેક્મે ફેશન વીક 2024ના ત્રીજા દિવસે રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન ક્રિતી સ્પોર્ટ્સ પ્રિન્ટ સાથે સ્કિન ફિટ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. ’12th ફેલ’ ફેમ એક્ટ્રેસ મેધા શંકરે પણ રેમ્પ વોક કર્યું હતું. મેધા ગોલ્ડન ગાઉનમાં જોવા મળી હતી. તઅત્રે ઉલ્લેખનીય છે કે, મેધાએ ગેશા ડિઝાઇન્સ માટે શોસ્ટોપર તરીકે રેમ્પ ડેબ્યુ કર્યું હતું. હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદે ઇમાદ શાહ સાથે સ્ટેજ પર ડિસ્કો-ફંક પર્ફોર્મન્સ આપ્યું હતું. સબા આ પહેલાં ફેશન ઈવેન્ટ્સમાં પણ ગીત ગાતી જોવા મળી છે. સબા મોટાભાગે અંગ્રેજી ગીતો ગાતી જોવા મળે છે. આ સિવાય એક્ટ્રેસ અને મોડલ કલ્કી કોચલીને પણ ગ્લેમરસ રેમ્પ વોક કર્યું હતું. આ ઈવેન્ટમાં ઘણી એક્ટ્રેસ અને મોડલ્સે રેમ્પ પર વોક કર્યું હતું.
ક્રિતી સેનનનું રેમ્પ વોક
મેધા શંકર તેના રેમ્પ ડેબ્યુ પછી ડિઝાઇનર સાથે
સબા આઝાદનું પર્ફોર્મન્સ
કલ્કિ કોચલીન રેમ્પ વોક કરી રહી છે