- Gujarati News
- Entertainment
- Maharashtra Cyber Cell Summoned Him For The Second Time And Called Him To Record His Statement On March 19.
13 મિનિટ પેહલા
- કૉપી લિંક
સોમવારે, મહારાષ્ટ્ર સાયબર સેલે ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ શોમાં માતા-પિતા અને મહિલાઓ પર અશ્લીલ કોમેન્ટ કરવાના સંબંધમાં યુટ્યૂબર સમય રૈનાને બીજી વખત સમન્સ પાઠવ્યું. ઉપરાંત, સાયબર સેલે સમયને 19 માર્ચે તપાસ અધિકારી સમક્ષ હાજર થવા અને તેમનું નિવેદન નોંધવા જણાવ્યું છે.
મહારાષ્ટ્ર સાયબર સેલે સમયને બીજી વખત સમન્સ પાઠવ્યું સમાચાર એજન્સી ANI અનુસાર, ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ શો પર ચાલી રહેલા વિવાદના સંદર્ભમાં સમયય રૈનાને સોમવાર 17 માર્ચે તેમનું નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ સમય મહારાષ્ટ્ર સાયબર સેલ સમક્ષ હાજર થયો નહીં. હવે સાયબર સેલે કોમેડિયનને બીજું સમન્સ જારી કર્યું છે.

શું છે આખો મામલો? ‘બિયર બાઇસેપ્સ’ તરીકે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયા તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં દેખાયો હતો. આ શો તેના વિવાદાસ્પદ અને બોલ્ડ કોમેડી કન્ટેન્ટ માટે જાણીતો છે, પરંતુ આ વખતે શોમાં કંઈક એવું બન્યું, જેનાથી સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા. રણવીરે શોમાં એક કન્ટેસ્ટન્ટને વાંધાજનક પ્રશ્નો પૂછ્યા હતા. રણવીરે એક સ્પર્ધકને એવો ગંદો સવાલ પૂછી નાખ્યો, જેનો અર્થ એવો થતો હતો કે ‘શું તમે તમારાં માતા-પિતા સાથે અંગત પળો માણશો?’ આ અને આ સિવાય પણ શોમાં ભરપૂર ગંદી કમેન્ટ્સ હતી. એને લીધે ખાસ કરીને યંગસ્ટર્સમાં આ સુપરહિટ શો અત્યારે વિવાદમાં આવ્યો છે. આ શો સામે હવે મુંબઈ હાઇકોર્ટના એડવોકેટ આશિષ રાય અને પંકજ રાયે મહિલા આયોગને પણ ફરિયાદ મોકલી હતી.

રણવીર અલ્લાહબાદિયાને સુપ્રીમ કોર્ટે રાહત આપી, તે શો શરૂ કરી શકશે ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ શોમાં માતા-પિતા પર અપમાનજનક ટિપ્પણીઓના વિવાદ બાદ, સમય રૈના, રણવીર અલ્લાહબાદિયા સહિત ઘણા લોકો વિરુદ્ધ દેશના ઘણા શહેરોમાં FIR દાખલ કરવામાં આવી હતી. આ પછી, અલ્લાહબાદિયાના પોડકાસ્ટ ‘ધ રણવીર શો’ અને ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ બંધ કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે સોમવારે યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાને તેમનો પોડકાસ્ટ ‘ધ રણવીર શો’ ફરીથી લોન્ચ કરવાની મંજૂરી આપી. કોર્ટે એક શરત મૂકી કે તે પોતાના શોમાં કંઈપણ અશ્લીલ નહીં બતાવે.
સુપ્રીમ કોર્ટે 3 શરતો મૂકી
- જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટેશ્વર સિંહે કહ્યું, ‘ શો દરમિયાન કોર્ટમાં ચાલી રહેલા આ કેસ અંગે અલ્લાહબાદિયાએ કોઈ ટિપ્પણી કરવી નહીં.’
- હાલમાં તે દેશ છોડી શકશે નહીં. તપાસમાં ભાગ લીધા પછી જ પરવાનગી આપી શકાય છે.
- બધા વય જૂથોના લોકો માટે શો બનાવશે. આ માટે તેમણે બાંયધરી આપવી પડશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘તમારામાંથી એક કેનેડા ગયો અને આ કેસ વિશે વાત કરી. એ યુવાનો એવું સમજે છે કે તેઓ વધારે જાણે છે. પરંતુ અમને ખબર છે કે તેમને કેવી રીતે ઠીક કરવા.’
કોર્ટની આ ટિપ્પણી પર, અલ્લહાબાદિયાના વકીલે કહ્યું, ‘જે લોકોએ આવી ટિપ્પણીઓ કરી છે તેમનો મારા ક્લાયન્ટ સાથે કોઈ સંબંધ નથી.’ અલ્લાહબાદિયા કોઈ અભદ્ર ટિપ્પણી નહીં કરે. એક પણ અમર્યાદિત શબ્દ નહીં બોલે.