30 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહારાષ્ટ્ર સરકાર શાહરુખ ખાનને 9 કરોડ રૂપિયાનું રિફંડ આપી શકે છે. શાહરુખ ખાનને તેના બંગલા મન્નતની જમીનની માલિકીની ફીમાં ભૂલને કારણે રિફંડ મળવાના સમાચાર સામે આવ્યા છે. અભિનેતા અને તેની પત્ની ગૌરી ખાને વર્ષ 2001માં આ બંગલો ખરીદ્યો હતો. મન્નત પહેલા ‘વિલા વિયેના’ તરીકે જાણીતું હતું.
શાહરુખ ખાને વર્ષ 2001માં મન્નત બંગલો ખરીદ્યો હતો
એક્ટરને રિફંડ તરીકે 9 કરોડ રૂપિયા મળી શકે છે
શાહરુખ ખાને વર્ષ 2022માં અરજી કરી હતી કે તેણે મુંબઈ ઉપનગરીય જિલ્લા કલેક્ટરને બંગલાની જમીન માટે વધુ પૈસા ચૂકવ્યા છે. જેના કારણે હવે સમાચાર સામે આવ્યા છે કે બે વર્ષ બાદ મહારાષ્ટ્ર સરકાર એક્ટરની અરજી મંજૂર કરી શકે છે. જો મંજૂરી મળે તો શાહરુખ ખાનને રિફંડ તરીકે લગભગ 9 કરોડ રૂપિયા મળી શકે છે.
સંપૂર્ણ માલિકી માટે ચૂકવેલ કિંમતના 25%
શાહરુખ ખાન અને ગૌરી ખાનનો બંગલો બાંદ્રાના મન્નત બેન્ડ સ્ટેન્ડમાં છે. પહેલા આ જમીન કોઈ બીજાની માલિકીની હતી, બાદમાં તેણે આ જમીન શાહરુખ ખાનને વેચી દીધી. 2 હજાર 446 ચોરસ મીટરમાં ફેલાયેલી પ્રોપર્ટી શાહરુખ અને ગૌરી ખાનના નામે રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી. જમીન ખરીદ્યા બાદ શાહરુખ ખાન અને તેની પત્નીએ રાજ્ય સરકારની નીતિનો લાભ લેવાનું નક્કી કર્યું. આ નીતિ લીઝ્ડ પ્રોપર્ટીને સંપૂર્ણ માલિકીમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપે છે. રાજ્યની નીતિ મુજબ, બંનેએ માર્ચ 2019માં કિંમતના 25 ટકા ચૂકવ્યા હતા, જે આશરે રૂ. 27.50 કરોડ હતા.
વર્ષ 2022માં વધુ પૈસા ચૂકવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું
સપ્ટેમ્બર 2022 માં, શાહરુખ ખાનને ખબર પડી કે રાજ્ય સરકારે કન્વર્ઝન ફીની ગણતરી કરતી વખતે ભૂલ કરી હતી. કન્વર્ઝન ફીની ગણતરીની પ્રક્રિયામાં જમીનના ટુકડાને બદલે બંગલાની કિંમત ધ્યાનમાં લેવામાં આવી હતી. જેના કારણે અભિનેતાએ ઘણા પૈસા ચૂકવવા પડ્યા હતા.
ગૌરી અને શાહરુખે વધારાની આપેલી રકમની રિફંડ તરીકે માંગણી કરી હતી સમગ્ર મામલે ખુલાસો કરવા ગૌરી ખાને કલેકટર, એમએસડીને રજૂઆત કરી હતી. જેમાં વધારાની રકમ પરતની માંગણી કરવામાં આવી હતી. જેની કિંમત 9 કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી. ફ્રી પ્રેસ જર્નલ અનુસાર, કલેકટરે તેને અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલી છે. જેના જવાબમાં રાજ્યના અધિકારીઓએ કહ્યું છે કે મંજૂરી મળતાની સાથે જ એક્ટરને એક્સેસ પેમેન્ટ પરત કરવામાં આવશે. નોંધનીય છે કે, રિપોર્ટ્સ અનુસાર, શાહરુખ ખાનના બંગલા મન્નતની કિંમત હવે લગભગ 200 કરોડ રૂપિયા છે.
શાહરુખ વર્ષ 2026માં ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે શાહરુખ ખાનની છેલ્લી ફિલ્મો ‘પઠાણ’ અને ‘જવાન’ હતી. બંને ફિલ્મો વર્ષ 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ખૂબ સારો કમાણી કરી હતી. શાહરુખ વર્ષ 2026માં ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરુખની દીકરી સુહાના ખાન પણ જોવા મળશે. આ ફિલ્મ ઈદના તહેવાર પર રિલીઝ થશે.