4 કલાક પેહલા
- કૉપી લિંક
200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે કરન જોહરને પત્ર લખ્યો છે. પત્રમાં તેને જેકલીન માટે ધર્મા પ્રોડક્શનમાં હિસ્સો ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેને પોતાના પર લાગેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે.
સુકેશે કરન જોહરના ધર્મા પ્રોડક્શનમાં 50-70 ટકા હિસ્સો લેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સુકેશની PR ટીમ દ્વારા શેર કરવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, જો કરન જોહર આ પ્રસ્તાવને સ્વીકારે છે તો 48 કલાકમાં ડીલ પૂર્ણ થઈ જશે.
પત્રમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે, ધર્મા પ્રોડક્શન્સ રોકાણની શોધમાં હતું અને સુકેશની કંપની એલએસ હોલ્ડિંગ્સનો હેતુ કંપનીના વિકાસમાં મદદ કરવાનો છે. સુકેશે એમ પણ કહ્યું કે કદાચ તાજેતરના વિવાદોને કારણે તેમનો પ્રસ્તાવ અસામાન્ય લાગે. પરંતુ તેને કહ્યું કે મારો ઇરાદો પ્રમાણિક છે.
જેકલીનને તેના જીવનનો પ્રેમ કહે છે સુકેશે પત્રમાં કરન જોહરની પણ પ્રશંસા કરી હતી. તેને કરનને અદ્ભુત વ્યક્તિ ગણાવ્યો. ઉપરાંત જેકલીનને તેના જીવનનો પ્રેમ ગણાવ્યો હતો. તેને આગળ કહ્યું- મારા માટે ફિલ્મો માત્ર બિઝનેસ નથી, પરંતુ એક પેશન અને ઈમોશન છે. પર્સનલી હું ફિલ્મોનો શોખીન છું.
જેકલીન-સુકેશ રિલેશનશિપમાં હોવાના દાવા પણ થયા હતા સુકેશ ચંદ્રશેખર છેલ્લા કેટલાક સમયથી જેલમાં છે. તેમના પર 200 કરોડની છેતરપિંડીનો આરોપ છે. તપાસમાં જાણવા મળ્યું કે સુકેશ ચંદ્રશેખર અને જેકલીન ફર્નાન્ડિસ રિલેશનશિપમાં હતા. રિલેશનશિપમાં રહેતા સુકેશે જેકલીનને ઘણી કિંમતી ગિફ્ટ્સ આપી હતી. મની લોન્ડરિંગ કેસમાં જેકલીનને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી. જેકલીન સિવાય સુકેશે નોરા ફતેહીને ઘણી ગિફ્ટ્સ પણ આપી હતી. ED દ્વારા તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી.
અદર પૂનાવાલા ધર્મા પ્રોડક્શનમાં 50% હિસ્સો ખરીદશે અદર પૂનાવાલાની સેરેન પ્રોડક્શન્સ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ અને ધર્માટિક એન્ટરટેઈનમેન્ટમાં 50% હિસ્સો હસ્તગત કરશે. આ ડીલ 1,000 કરોડ રૂપિયામાં થશે. કંપનીએ 21 ઓક્ટોબરે આ જાણકારી આપી હતી.
આ ડીલ પછી કરન જોહર પાસે ધર્મમાં લગભગ 50% હિસ્સો રહેશે. હાલમાં, જોહર ધર્મામાં 90.7% હિસ્સો ધરાવે છે અને તેની માતા હિરુ 9.24% હિસ્સો ધરાવે છે. ડીલ પછી પણ કરણ જોહર કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન જ રહેશે. અપૂર્વા મહેતા પણ CEO રહેશે.