2 કલાક પેહલા
- કૉપી લિંક
સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની ફિલ્મ ‘ગુંટૂર કારમ’ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કરી રહી છે. ફિલ્મમાં મહેશનો રાઉડી અવતાર છે અને તે ઘણા દૃશ્યોમાં બીડી પીતો જોવા મળે છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં, અભિનેતાએ જણાવ્યું હતું કે, કેવી રીતે ફિલ્મમાં ધૂમ્રપાનના આ દૃશ્યોનું શૂટિંગ તેના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. મહેશે એમ પણ કહ્યું કે, તે કોઈપણ પ્રકારના ધૂમ્રપાનને પ્રોત્સાહન આપતો નથી.
મહેશ ફિલ્મ ‘ગુંટૂર કારમ’ના ઘણા સીન્સમાં સ્મોકિંગ કરતો જોવા મળે છે
આયુર્વેદિક બીડીની મદદથી શૂટિંગ પૂરું કર્યું
ફિલ્મના પ્રોડક્શન હાઉસ ‘હરિકા અને હસીની ક્રિએશન’ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં મહેશે જણાવ્યું કે, આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બીડી પીવાના કારણે તેને માઈગ્રેનની બીમારી થઈ હતી. જોકે, બાદમાં ફિલ્મના દિગ્દર્શક ત્રિવિક્રમ શ્રીનિવાસે આયુર્વેદની મદદથી ઈલાજ શોધી કાઢ્યો હતો. ત્યારબાદ મહેશે આયુર્વેદિક બીડીની મદદથી બાકીની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું.
આ તેલુગુ મસાલા ફિલ્મમાં મહેશ ઉપરાંત શ્રીલીલા, મીનાક્ષી અને ‘બાહુબલી’ ફેમ રામ્યા કૃષ્ણન પણ જોવા મળશે.
‘હું પોતે ધૂમ્રપાન કરતો નથી કે તેનો પ્રચાર પણ કરતો નથી’: મહેશ બાબુ
મહેશે કહ્યું, ‘હું ધૂમ્રપાન કરતો નથી કે ધૂમ્રપાનને પ્રોત્સાહન આપતો નથી. તે લવિંગના પાનમાંથી બનેલી આયુર્વેદિક બીડી હતી. જોકે, આ પહેલા મેકર્સે મને રિયલ બીડી આપી હતી જેનાથી મને માઈગ્રેન થયો હતો. મેં ડિરેક્ટરને કહ્યું, પછી તેમણે સંશોધન કર્યું અને મારા માટે આ આયુર્વેદિક બીડી લાવ્યા. તેમાં માત્ર લવિંગ અને ફુદીનાનો સ્વાદ હતો, કોઈ તમાકુ ન હતી.
‘ગુંટૂર કારમ’ ફિલ્મે વિશ્વભરમાં 200 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે
તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુએ એક્શનથી ભરપૂર એન્ટરટેઈનર ‘ગુંટૂર કારમ’ સાથે બે વર્ષના અંતરાલ પછી સિનેમાઘરોમાં પુનરાગમન કર્યું છે. આ ફિલ્મે 5 દિવસમાં દેશભરમાં 94 કરોડ 50 લાખ રૂપિયા અને વિશ્વભરમાં 200 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે.