2 કલાક પેહલા
- કૉપી લિંક
નવરાત્રિ નિમિત્તે દેશભરમાં ગરબાનો માહોલ જોવા મળ્યો હતો. આવું જ એક દૃશ્ય મુંબઈ મેટ્રોમાં પણ જોવા મળ્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. હવે આ વીડિયો પર બોલિવૂડ એક્ટ્રેસ પૂજા ભટ્ટ નારાજ છે. એક્ટ્રેસે સાર્વજનિક સ્થળે આવા વર્તનની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા છે તેમજ આવું કરનારાઓ સામે પણ રોષ ફેલાયો છે.
સ્વાભાવિક છે કે પૂજા ભટ્ટે ઘણીવાર કોઈપણ મુદ્દા પર અવાજ ઉઠાવીને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. દરમિયાન જ્યારે તેણે મુંબઈ મેટ્રોમાં લોકોને ‘જય શ્રીરામ’ ના નારા લગાવતા અને ગરબા કરતા જોયા ત્યારે તેણે જાહેર સ્થળે આવું કરવા બદલ તેમની આકરી ટીકા કરી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો કુણાલ પુરોહિત નામના યુઝરે શેર કર્યો છે, જેમાં મુંબઈ મેટ્રોની અંદર મુસાફરો જય શ્રીરામના નારા લગાવી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મુંબઈ મેટ્રોમાં કેટલાક મુસાફરો સીટ પર બેઠા છે અને કેટલાક ફ્લોર પર બેસીને ‘ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રીરામ બોલેગા’ ગાઈ રહ્યા છે. કેટલાક મુસાફરો ગુજરાતી ગરબા ગીતો ગાતાં જોવા મળે છે.

મુંબઈ મેટ્રોમાંથી આ વીડિયો વાઇરલ થયો હતો.
વીડિયો શેર કરતી વખતે કેપ્શન લખી છે- હકીકતમાં હિન્દુત્વ પૉપ મ્યુઝિક આ જ હેતુ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લોકોના વિવિધ વર્ગોમાં એનું સહજ આકર્ષણ છે. શ્રીમંત, ઉચ્ચ વર્ગના યુવાનોને મોટાં શહેરોમાં એને ગાવામાં કોઈ સમસ્યા દેખાતી નથી. H-pop બધે જ છે.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે તેની પ્રશંસા કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે અભિનેત્રી પૂજા ભટ્ટને એ બિલકુલ પસંદ નહોતું.

પૂજા ભટ્ટ મહેશ ભટ્ટની દીકરી છે.
પૂજા ભટ્ટે સવાલો ઉઠાવ્યા હતા વીડિયો શેર કરતી વખતે પૂજા ભટ્ટે એક સવાલ ઉઠાવ્યો છે અને લખ્યું છે કે ‘જાહેર સ્થળોએ આ કેવી રીતે યોગ્ય છે? હિન્દુત્વ પૉપ, ક્રિસમસ કેરોલ, બોલિવૂડ બ્લોકબસ્ટર અથવા એની વચ્ચે કંઈપણ હોય તો કોઈ વાંધો નથી. જાહેર સ્થળોનો આ રીતે દુરુપયોગ કરી શકાય નહીં. સત્તાવાળાઓ આને કેવી રીતે અને શા માટે મંજૂરી આપી રહ્યા છે? હા, હવે દુરુપયોગ પર ધ્યાન આપો.’ તેણે બીજી પોસ્ટમાં લખ્યું, ‘જો લોકો મૂળભૂત નાગરિક નિયમોનું પાલન ન કરી શકે તો કાયદો અને વ્યવસ્થા ક્યાંય લાગુ કરી શકાતી નથી.’ અભિનેત્રીએ આગળ લખ્યું, ‘તમામ રાજકીય પક્ષોનાં ગેરકાયદે હોર્ડિંગ્સ શહેરને દૂષિત બનાવી રહ્યાં છે.
યુઝર્સે એક્ટ્રેસને ટ્રોલ કરી પૂજા ભટ્ટે આ વીડિયો શેર કર્યો, જેમાં કોમેન્ટ કરતાં યુઝર્સ એક્ટ્રેસને ખરી-ખોટી સંભળાવી રહ્યા છે, એક યુઝરે કહ્યું, ‘પૂજાએ પોતાનો ધર્મ મૂકીને બીજા બધા ધર્મની વાત કરી છે’,પબ્લિક પ્લેટફોર્મની વાત તારા મોઢે ના શોભે!, અન્ય યુઝરે કહ્યું- તારું એક્ટિંગ કરિયર તો તારા પપ્પાએ બગાડી દીધું છે, શાંત રહે, નહિતર તારી બેન અને બનેવીની ફિલ્મો નહીં બનવા દઈએ’


પૂજાનું અંગત જીવન હંમેશાં ચર્ચામાં રહ્યું છે પૂજા ભટ્ટે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને તેના પિતા સાથે ‘તેને કિસ’ અંગે કોઈ અફસોસ નથી. તેણે પોતાનો મુદ્દો સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, ‘દુર્ભાગ્યે, એ ક્ષણોને ખોટી રીતે બતાવવામાં આવી અને સમજવામાં આવી. તમે ગમે એટલા મોટા થઈ જાઓ, તમે તમારાં માતા-પિતા માટે બાળક જ રહેશો. તેઓ તમને ચુંબન કરીને તેમનો પ્રેમ વ્યક્ત કરે છે.

1990માં વાઈરલ થયેલી પિતા મહેશ ભટ્ટ સાથે કિસ કરતી પૂજાની તસવીર.
અભિનયની સાથે દિગ્દર્શનમાં પણ અજમાવ્યો હાથ પૂજા ભટ્ટે ડેડી (1989) ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેના પિતા મહેશ ભટ્ટે તેનું નિર્દેશન કર્યું હતું. આ સમયે પૂજા માત્ર 17 વર્ષની હતી. આ ફિલ્મમાં તેનો ખૂબ જ બોલ્ડ લુક જોવા મળ્યો હતો. પૂજાને ફિલ્મ માટે ફિલ્મફેર ન્યૂ ફેસ ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો.