9 કલાક પેહલા
- કૉપી લિંક
આ દિવસોમાં મહિમા ચૌધરી તેની કમબેક ફિલ્મ ‘ધ સિગ્નેચર’ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મથી તે આઠ વર્ષ બાદ તે આ ફિલ્મ દ્વારા પરત ફરી રહી છે. દરમિયાન, એક ઇન્ટરવ્યૂમાં, મહિમાએ 1999 માં ફિલ્મ ‘દિલ ક્યા કરે’ના શૂટિંગ દરમિયાન થયેલા રોડ એક્સિડેન્ટ વિશે વાત કરી હતી.
ફિલ્મ ‘દિલ ક્યા કરે’ના શૂટિંગના છેલ્લા દિવસે મહિમા લોકેશન પર જઈ રહી હતી ત્યારે તેની કારને ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિમાના ચહેરા પર ગંભીર ઈજા થઈ હતી.
મહિમાએ કહ્યું કે અકસ્માત બાદ તેણે તેના કો-સ્ટાર અજય દેવગન અને દિગ્દર્શક પ્રકાશ ઝાને આ વાત ગુપ્ત રાખવા વિનંતી કરી હતી કારણ કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રી બહિષ્કાર કરશે તેવો ડર હતો.
દિલ ક્યા કરે 1999માં રિલીઝ થઈ હતી.
મહિમાએ કહ્યું, ‘જ્યારે મારો અકસ્માત થયો ત્યારે મને ખ્યાલ નહોતો કે મારા ચહેરા પર કેટલા ઘા લાગ્યા છે. એક દિવસ મેં મારી જાતને બાથરૂમના અરીસામાં જોઈ. તે પહેલાં હું પ્રકાશ ઝાને કહેતી હતી કે ચાલો શૂટિંગ કરીએ કારણ કે ડૉક્ટરોએ મારી સારવાર કરી લીધી હતી. તો તેમણે કહ્યું ના, હવે રાહ જુઓ. પછી જ્યારે મેં અરીસામાં મારા ચહેરા તરફ જોયું તો મને ખબર પડી કે મારો ચહેરો ખૂબ જ ખરાબ થઈ ગયો છે. પછી મેં અજય દેવગન અને પ્રકાશ જીને કહ્યું કે કૃપા કરીને આ વિશે કોઈને કહેશો નહીં કે આ બધું મારી સાથે થયું છે. મને ચિંતા હતી કે આવા ચહેરા સાથે હું મારી કારકિર્દી કેવી રીતે બચાવી શકીશ. ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલા કોઈએ પણ આ વાત કોઈની સાથે શેર કરી નથી, જ્યારે મેં આ સ્ટોરી શેર કરી ત્યારે લોકોને ખબર પડી.’
મહિમાએ વધુમાં કહ્યું કે, ‘તે ખૂબ જ મુશ્કેલ સમય હતો કારણ કે હું ત્યારે ઘણી નાની હતી. અજય મને વારંવાર સમજાવતો હતો કે સર્જરી પછી બધું ઠીક થઈ જશે પણ મેં તેની વાત ન સાંભળી. મેં કારકિર્દીના અન્ય વિકલ્પો વિશે વિચારવાનું શરૂ કર્યું. આજે પણ મારી એક આંખ બીજી કરતાં નાની છે. ત્યાથી હું કેમેરાનો સામનો કરતી નથી, હું હંમેશા મારા ચહેરાને કોઈક ખૂણાથી છુપાવવાનો પ્રયત્ન કરું છું.’
વિદેશથી ડેબ્યૂ કર્યું મહિમાએ 1997 થી 2002 સુધી શાનદાર કારકિર્દી બનાવી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે ‘પરદેશ’, ‘દાગ: ધ ફાયર’, ‘ધડકન’ અને ‘કુરુક્ષેત્ર’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ આ પછી તેની મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી અને 2006 પછી તે લગભગ પડદા પરથી ગાયબ થઈ ગઈ.
2006માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા બાદ મહિમાએ 2007માં એક પુત્રીને જન્મ આપ્યો હતો. લગભગ 4 વર્ષ પછી એટલે કે 2011માં મહિમા અને બોબી અલગ થઈ ગયા. બંનેએ 2013માં છૂટાછેડા લીધા હતા.