6 કલાક પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે મંગળવારે સાઉથના સુપરસ્ટાર અદિવી શેષ અને શ્રુતિ હાસનની ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આ એક એક્શન-ડ્રામા ફિલ્મ હશે જે સમગ્ર ભારતમાં રિલીઝ થશે. ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. આ ફિલ્મના નિર્દેશક શેનીલ દેવ હશે. મેકર્સનું કહેવું છે કે- ફિલ્મની દરેક ફ્રેમ, ડાયલોગ અને સીન હિન્દીની સાથે તેલુગુમાં અલગ-અલગ શૂટ કરવામાં આવી રહ્યા છે. હાલમાં, નિર્માતાઓએ ફિલ્મ સાથે જોડાયેલી વસ્તુઓ છુપાવી રાખી છે, જે સમય આવશે ત્યારે જાહેર થશે.
‘મેજર’ થી મળી જબરદસ્ત લોકપ્રિયતા
અદિવી શેષે 2022માં આવેલી ફિલ્મ ‘મેજર’માં જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ ફિલ્મ 26/11ના મુંબઈ હુમલામાં શહીદ થયેલા મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના જીવન પર આધારિત હતી. આમાં અદિવી શેષે સંદીપ ઉન્નીકૃષ્ણનનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. આ ફિલ્મ તેલુગુ, હિન્દી અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ હતી. શૂટિંગ દરમિયાન અદિવીએ એમ પણ કહ્યું હતું કે ફિલ્મમાં મેજર સંદીપની ભૂમિકા ભજવતી વખતે તેમના દિલમાં દેશની સેના માટે સન્માન વધી ગયું હતું.
કોણ છે આદિવી શેષ?
હૈદરાબાદમાં જન્મેલા અદિવી શેષનો ઉછેર કેલિફોર્નિયામાં થયો હતો. અદિવીએ સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી દિગ્દર્શન અને અભિનયનો અભ્યાસ પૂર્ણ કર્યો. અભિનેતાએ મિસ્ટર ઈન્ડિયા સાન ફ્રાન્સિસ્કોનો ખિતાબ પણ જીત્યો છે. જો કે, બાળપણથી જ તેનો ઝુકાવ ફિલ્મો તરફ હતો અને તેથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે ભારત પરત આવી ગયો. અદિવીએ 2010માં ફિલ્મ ‘કર્મા’થી અભિનેતા અને નિર્દેશક તરીકે પોતાની ફિલ્મી સફર શરૂ કરી હતી. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ અદિવીએ જ લખી હતી. તમને જણાવી દઈએ કે, અદિવી એક્ટિંગની સાથે ડિરેક્શન અને સ્ક્રિપ્ટ રાઈટિંગ પણ કરે છે.
અદિવીએ ‘બાહુબલી’માં પણ કામ કર્યું હતું.
આદિવીએ 2015ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’માં ભદ્રાની ભૂમિકા ભજવી હતી. આ એક નકારાત્મક પાત્ર હતું. રોલ ભલે નાનો હતો પણ ફિલ્મની વાર્તા માટે મહત્વનો હતો. આ સિવાય આદિવીએ 2011માં આવેલી ફિલ્મ ‘પંજા’માં પણ નેગેટિવ રોલ કર્યો હતો, જેના માટે તેના ખૂબ વખાણ થયા હતા.
‘સાલાર’માં જોવા મળશે શ્રુતિ હાસન
શ્રુતિ હાસન 22 ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ ‘સાલાર પાર્ટ 1 – સીઝફાયર’માં જોવા મળશે.
આ ફિલ્મના દિગ્દર્શક પ્રશાંત નીલ છે, જેમણે અગાઉ ‘KGF’, ‘KGF-1’ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. લાગણીઓ, એક્શન અને ડ્રામાથી ભરપૂર આ ફિલ્મ શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘ડંકી’ સાથે ટક્કર કરશે.