મુંબઈ1 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ મલાઇક અરોરાના 62 વર્ષીય પિતા અનિલ મહેતાનું 11 સપ્ટેમ્બર, 2024ના રોજ અવસાન થયું હતું. સોમવારે, 23 સપ્ટેમ્બરના રોજ તેમના પરિવારના સભ્યોએ મુંબઈના સાંતાક્રુઝમાં ગુરુદ્વારામાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. જેમાં અર્જુન કપૂર, કરીના કપૂર, સુઝૈન ખાન ઉપરાંત પરિવારના નજીકના મિત્રો અને સંબંધીઓએ હાજરી આપી હતી.
અનિલ મહેતાની પ્રાર્થના સભાની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. જેમાં મલાઈકા તેની માતા જોયસ પોલીકાર્પ અને પુત્ર અરહાન ખાન સાથે જોવા મળી હતી.
એક્ટ્રેસ મલાઇક અરોરાના પિતાની પ્રાર્થના સભાની તસવીર
મલાઈકા અરોરાની માતા તેના પતિ અનિલ મહેતાની પ્રાર્થના સભામાં સફેદ સાડીમાં જોવા મળ્યા હતા.
બહેન અમૃતા પણ તેના પતિ શકીલ લડાક અને પુત્રો સાથે જોવા મળી હતી.
મલાઈકા અરોરાને સપોર્ટ કરવા પ્રાર્થના સભામાં કરીના કપૂર અને અર્જુન કપૂરે પણ હાજરી આપી હતી.
રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન પણ પ્રાર્થના સભામાં સામેલ થઈ હતી.
અનિલ મહેતાએ છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી
મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ 11 સપ્ટેમ્બરે સવારે નવ વાગ્યે મુંબઈના બ્રાંદ્રા સ્થિત આયેશા મેનોર બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી.