3 કલાક પેહલા
- કૉપી લિંક
છેલ્લા ઘણા દિવસોથી ફિલ્મી સર્કલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, મલાઈકા અરોરાએ બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે બ્રેકઅપ કરી લીધું છે. આ દરમિયાન હવે ફરાહ ખાનના એક વિડિયો દ્વારા આ બધી અફવાઓને પાયાવિહોણી સાબિત થઈ છે. ફરાહ ખાનના જન્મદિવસ પર મલાઈકાએ તેના બોયફ્રેન્ડ અર્જુનને સ્પેશિયલ ડિમાન્ડ કરીને ચોંકાવી દીધા હતા.
મલાઈકાએ ફરાહને બર્થડે સરપ્રાઈઝ આપી હતી ફરાહ ખાન 9 જાન્યુઆરીએ 59 વર્ષની થઈ. ફરાહને તેના જન્મદિવસ પર આશ્ચર્યચકિત કરવા માટે, તેની મિત્ર અને સહ-જજ મલાઈકા અરોરાએ તેના માટે ઘરનું રાંધેલું ભોજન મંગાવ્યું હતું. મલાઈકા પોતે ‘ઝલક દિખલા જા’ના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તેણે તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરને ઘરે ખાવાનું લાવવાનું કહ્યું હતું.
ફારાહ ખાને પોતે વીડિયો શેર કરીને પુષ્ટિ કરી છે કે ફૂડ મલાઈકા તરફથી નહીં પરંતુ અર્જુન કપૂરના ઘરેથી આવ્યું છે. ફરાહને સરપ્રાઈઝ કરવા માટે, મલાઈકા તેને ‘ઝલક દિખલા જા 11’ ના સેટ પર તેના વેનિટી પર લઈ ગઈ, જ્યાં તેણે તેને ખવડાવ્યું. વિડિયોમાં ફૂડ બતાવતી વખતે ફરાહે કહ્યું, ‘બર્થડે લંચ કરી રહ્યા છીએ અને મલાઈકા અરોરાએ પોતે ફોન કરીને અર્જુન જી પાસેથી આટલું ફૂડ મગાવ્યું છે. આ ફૂડ માટે અર્જુનનો આભાર.
આ વિડિયો શેર કરતા ફરાહે લખ્યું છે કે, ‘ઝલક દિખલા જા’ના શૂટ પર પ્રી બર્થડે સેલિબ્રેશન. આ લંચનું આયોજન કરવા બદલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનો આભાર. સ્પેશિયલ ડિશ લાવવા બદલ રવિના ટંડનનો આભાર અને આટલું બધું ખાવા માટે ઋત્વિક ધનજાનીનો આભાર.’
મલાઈકા અરોરાએ એકલા ક્રિસમસની ઉજવણી કરી હતી, જ્યારે અર્જુન કપૂર તેની બહેન અંશુલા સાથે લંડનમાં હતો. તેમને અલગ-અલગ સેલિબ્રેશન કરતા જોઈને તેમના બ્રેકઅપની અટકળો લગાવવામાં આવી રહી હતી.