56 મિનિટ પેહલા
- કૉપી લિંક
27 ફેબ્રુઆરીએ પીએમ મોદીએ ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા ચાર ટેસ્ટ પાઇલટ્સના નામની જાહેરાત કરી હતી. આમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયરનું નામ પણ સામેલ છે. પીએમ મોદીની આ જાહેરાતના થોડા સમય બાદ મલયાલમ અભિનેત્રી લીનાએ ગ્રુપ કેપ્ટન પ્રશાંત સાથે તેના લગ્નની જાહેરાત કરી છે. લીનાએ જણાવ્યું કે તેના અને નાયરના લગ્ન જાન્યુઆરીમાં જ થયા હતા, જો કે તે તેની જાહેરાત કરવા માટે આ ખાસ દિવસની રાહ જોઈ રહી હતી.
લીનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ લગ્નની સત્તાવાર જાહેરાત કરી હતી.
મારા માટે આ અંગત ઐતિહાસિક ક્ષણ છેઃ લીના
લીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે. લીનાએ લખ્યું, ‘આજે 27 ફેબ્રુઆરીએ પીએમ મોદીજીએ ભારતીય વાયુસેનાના ફાઈટર પાઈલટ અને ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયરને પ્રથમ ભારતીય અવકાશયાત્રી તરીકે રજૂ કર્યા છે. આપણા દેશ માટે, આપણા રાજ્ય કેરળ માટે અને વ્યક્તિગત રીતે મારા માટે આ ખૂબ જ ઐતિહાસિક ક્ષણ છે.
લીનાની સોશિયલ મીડિયા પોસ્ટનું કેપ્શન.
‘આ વર્ષે 17 જાન્યુઆરીએ અમારા લગ્ન થયા’
લીનાએ આગળ લખ્યું, ‘આ વાતને સત્તાવાર રીતે ગુપ્ત રાખ્યા પછી, હું આ જાહેરાતની રાહ જોઈ રહી હતી, જેથી હું તમારી સાથે શેર કરી શકું કે પ્રશાંત અને મેં 17 જાન્યુઆરીએ પરંપરાગત સમારંભમાં એરેન્જ્ડ મેરેજ કર્યા છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ખાતે ચાર અવકાશયાત્રીઓને અવકાશયાત્રીઓની પાંખો આપી.
2013માં અભિલાષ કુમાર જોડે છૂટાછેડા લીધા હતા
લીનાએ આ પોસ્ટમાં જે વીડિયો શેર કર્યો છે તેમાં તેના અને પ્રશાંતના લગ્નના કેટલાક ફોટોઝ પણ દેખાઈ રહ્યા છે. બંને ટ્રેડિશનલ આઉટફિટમાં પરિવાર સાથે ઉભા જોવા મળે છે. લીનાના આ બીજા લગ્ન છે. આ પહેલા તેણે 2004માં અભિલાષ કુમાર સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 2013માં છૂટાછેડા લીધા હતા.
લીનાએ અત્યાર સુધી 100 થી વધુ મલયાલમ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે 1998માં મલયાલમ ફિલ્મ ‘સ્નેહમ’થી અભિનયની શરૂઆત કરી હતી.
લીનાએ 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે
પોતાના કરિયરમાં લીનાએ મલયાલમ અને તમિલ ફિલ્મો કરી છે. તેણે અત્યાર સુધીમાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત, તે એવોર્ડ વિજેતા મલયાલમ ટેલિવિઝન સિરીઝમાં પણ જોવા મળી છે. તેણે કન્નડ હિટ ફિલ્મ ‘KGF’ના મલયાલમ વર્ઝનમાં પણ પોતાનો અવાજ આપ્યો છે.