13 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘બિગ બોસ 18’ માં દર્શકોને મનોરંજનનો તડકો જોવા મળી રહ્યો છે. એવામાં ‘વીકેન્ડ કા વાર’માં, સલમાન ખાને કન્ટેસ્ટન્ટની ક્લાસ લગાવી હતી. બિગ બોસનો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં ભારતી અને કૃષ્ણા અભિષેક મસ્તી કરી રહ્યાં છે સાથે મલ્લિકા શેરાવતે નેશનલ ટીવી પર સલમાનને કિસ કરી તેવું પણ બતાવ્યું છે.
‘તાંડવ કી રાત સ્ટાર્સ કે સાથ’ નવો પ્રોમો રિલીઝ બિગ બોસ 18ના ‘વીકેન્ડ કા વાર’નો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં શોમાં રાજકુમાર રાવ, તૃપ્તિ ડિમરી, કૃષ્ણા અભિષેક, ભારતી સિંહ અને બોલિવૂડની સેન્સેશનલ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત ગેસ્ટ તરીકે આવ્યા હતા. આજના એપિસોડનું નામ છે ‘તાંડવ કી રાત સ્ટાર્સ કે સાથ’.
મલ્લિકા શેરાવતે સ્ટેજ પર લગાવી આગ લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેલી મલ્લિકા શેરાવત હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વોના વીડિયો’માં જોવા મળી રહી છે. મલ્લિકા પોતાની ફિલ્મના પ્રમોશન માટે શોમાં પહોંચી હતી. લેટેસ્ટ પ્રોમોમાં જોવા મળી રહ્યું છે કે, મલ્લિકા શેરાવત નેશનલ ટીવી પર દબંગ ખાનને કિસ કરવા કરી રહી છે. આ દરમિયાન સલમાન થોડો શરમાયેલો પણ જોવા મળી રહ્યો છે. પહેલા મલ્લિકા શેરાવત તેની આંખોમાં જોશે અને તેની સાથે રોમાન્સ કરશે. આ પછી તે તેની સાથે ડાન્સ કરશે અને રોમેન્ટિક વાતો પણ કરશે.
આ બોલિવૂડ ખબર પણ વાંચો
છોકરા- છોકરીમાં ભેદભાવની આંટીઘૂંટીમાં ફસાઈ હતી મલ્લિકા શેરાવત
મલ્લિકા શેરાવતે ફિલ્મ ‘વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો’થી હિન્દી ફિલ્મોમાં કમબેક કર્યું છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન મલ્લિકાએ જણાવ્યું હતું કે તેને બાળપણથી જ તેના પરિવાર તરફથી સપોર્ટ મળ્યો નથી. અભિનેત્રીએ એમ પણ જણાવ્યું કે તેનો જન્મ થતાં જ પરિવારમાં શોક છવાઈ ગયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર…….