25 મિનિટ પેહલા
- કૉપી લિંક
આમિર ખાનનો ભાણિયો એક્ટર ઈમરાન ખાન તેની એક્ટિંગ કમબેકને લઈને ચર્ચામાં છે.સૂત્રોના જણાવ્યા અનુસાર તે ટૂંક સમયમાં કોમેડી ફિલ્મમાં 9 વર્ષ બાદ એક્ટિંગમાં કમબેક કરશે. આ ફિલ્મ તેના મામા આમિર ખાન પ્રોડ્યુસ કરશે. ઈમરાનની આ કમબેક કોમેડી ફિલ્મને એક્ટર વીર દાસ ડિરેક્ટ કરશે. આ તેની દિગ્દર્શક તરીકેની ડેબ્યૂ ફિલ્મ હશે.
વીર દાસ ઈમરાનની આ અભિનયની કમબેક ફિલ્મથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરશે. બંનેએ અગાઉ ફિલ્મ ‘દિલ્હી બેલી’માં સાથે કામ કર્યું છે.
8 મહિના પહેલા કમબેકનો સંકેત આપ્યો હતો
પીપિંગ મૂનના રિપોર્ટ અનુસાર, આ ફિલ્મનું ટાઇટલ ‘હેપ્પી પટેલ’ હશે. મેકર્સે આ ફિલ્મનું શૂટિંગ ગોવામાં શરૂ કરી દીધું છે. અભિનેતાએ લગભગ 8 મહિના પહેલા તેના પુનરાગમન વિશે સંકેત આપ્યો હતો. એવું માનવામાં આવે છે કે તે ત્યારથી આ ફિલ્મની તૈયારી કરી રહ્યો હતો.
આમિર 4માંથી 2 હિટ ફિલ્મોના નિર્માતા હતા
આ પહેલા 2008માં રિલીઝ થયેલી ઈમરાનની ડેબ્યુ ફિલ્મ ‘જાને તુ યા જાને ના’ પણ મામા આમિર ખાને પ્રોડ્યુસ કરી હતી. આ પછી બંનેએ 2011માં રિલીઝ થયેલી ‘દિલ્હી બેલી’માં પણ સાથે કામ કર્યું હતું. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. બાળ કલાકાર તરીકે ઈમરાન આમિરની બે ફિલ્મો ‘કયામત સે કયામત તક’ અને ‘જો જીતા વોહી સિકંદર’માં પણ જોવા મળ્યો હતો.
ઈમરાનની કારકિર્દીની 4માંથી 2 ફિલ્મો તેના મામા આમિરે બનાવી છે.
12માંથી માત્ર 4 ફિલ્મો જ હિટ રહી હતી
ઈમરાન પોતાના કરિયરમાં અત્યાર સુધી 12 ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે, જેમાંથી માત્ર 4 ફિલ્મો ‘જાને તુ યા જાને ના’, ‘આઈ હેટ લવ સ્ટોરીઝ’, ‘દિલ્હી બેલી’ અને ‘મેરે બ્રધર કી દુલ્હન’ હિટ રહી હતી. ઈમરાન છેલ્લે 2015માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કટ્ટી-બટ્ટી’માં જોવા મળ્યો હતો.
ઈમરાન OTT દ્વારા અભિનયમાં પુનરાગમન કરવા જઈ રહ્યો હતો
તાજેતરમાં જ ઈમરાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે OTT પર રીલિઝ થનારી જાસૂસ સિરીઝ સાથે અભિનયમાં કમબેક કરવા જઈ રહ્યો છે. આમાં તે એક ઈન્ટેલિજન્સ ઓફિસરના રોલમાં જોવા મળવાનો હતો. ફિલ્મ નિર્માતા અબ્બાસ ટાયરવાલા તેને બનાવવાના હતા પરંતુ કેટલાક કારણોસર તે બની શક્યું ન હતું.