40 મિનિટ પેહલા
- કૉપી લિંક
શાહરુખ ખાન અને સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘કરણ અર્જુન’ની અભિનેત્રી મમતા કુલકર્ણી ઘણા વર્ષો સુધી ગુમનામ હતી. ચાહકો તેના વિશે અને તે ક્યાં છે તે જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતા. આખરે, 25 વર્ષ પછી, એક્ટ્રેસની ઝલક મળી છે તે ભારત પરત આવી છે. મમતાએ ખુદ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે.
મમતા કુલકર્ણી 24 વર્ષ પછી ભારત આવી છે મમતા કુલકર્ણીએ શેર કરેલા એક વીડિયોમાં તેણે 25 વર્ષ બાદ ભારત પરત ફરવા અંગે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. વીડિયોમાં તે કહેતી જોવા મળી રહી છે કે, “હું મમતા કુલકર્ણી છું અને હું 25 વર્ષ પછી ભારત, બોમ્બે, મુંબઈ અને આમચી મુંબઈ આવી છું.” તેણે કહ્યું કે તે વર્ષ 2000માં ભારત આવી હતી અને હવે બરાબર 2024માં તે ફરી અહીં આવી છે. ‘કરણ અર્જુન’ અભિનેત્રીએ ઉલ્લેખ કર્યો કે જ્યારે ફ્લાઇટ લેન્ડ થવાની હતી ત્યારે તે ભાવુક થઈ ગઈ હતી, કારણ કે તેણે 24 વર્ષમાં પ્રથમ વખત તેના દેશને ઉપરથી જોયો હતો. આંતરરાષ્ટ્રીય મુંબઈ એરપોર્ટથી બહાર નીકળતી વખતે તેની આંખોમાં આંસુ હતા અને તે અહીં પાછા ફરવાથી ખૂબ જ લાગણીસભર બની ગઈ હતી.
આ ખાસ કારણોસર ભારત આવી છે મમતાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તે એક ખાસ કારણથી ભારત આવી છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, “25 વર્ષ પછી મારી માતૃભૂમિ પર પાછી આવી છું, 12 વર્ષની તપસ્યા બાદ કુંભ મેળામાં 2012માં ભાગ લીધો અને બરાબર બીજા 12 વર્ષ પછી બીજા મહાકુંભ 2025 માટે પરત આવી રહી છું.”
મમતા કુલકર્ણીની મૂવીઝ મમતા કુલકર્ણીએ પોતાની કારકિર્દીમાં અક્ષય કુમારથી લઈને સલમાન ખાન સુધીના ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. તેની ફિલ્મોની યાદીમાં ‘વક્ત હમારા હૈ’, ‘કરણ અર્જુન’, ‘સબસે બડા ખિલાડી’, ‘આંદોલન’ અને ‘બાઝી’નો સમાવેશ થાય છે. . મમતા કુલકર્ણી સાથે ઘણા વિવાદો પણ જોડાયેલી હતી. તેના પર ડ્રગ્સની દાણચોરીનો આરોપ હતો. આમાં તેના પતિનું નામ પણ સામે આવ્યું હતું. આ કેસ પછી અભિનેત્રી બોલિવૂડથી દૂર રહી હતી.
‘કરણ અર્જુન’ ફરીવાર રિલીઝ થઈ હતી મમતાની છેલ્લી બોલિવૂડ ફિલ્મ 2002માં રિલીઝ થઈ હતી. તેની 1995ની ફિલ્મ ‘કરણ અર્જુન’, જેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને કાજોલ પણ હતા, 22 નવેમ્બરના રોજ હિન્દી સિનેમામાં ફરીથી રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બે ભાઈઓની વાર્તાની આસપાસ ફરે છે જેઓ તેમના લોભી કાકા પાસેથી તેમના પિતાની હત્યાનો બદલો લેવા માગે છે, પરંતુ તેમના દ્વારા હત્યા કરવામાં આવે છે અને બદલો લેવા માટે પુનર્જન્મ થાય છે.
‘ભોલીભાલી લડકી’નું નામ ડ્ર્ગ્સ કેસમાં ઉછળ્યું હતું મમતા કુલકર્ણી સાથે જોડાયેલા વિવાદો વિશે વાત કરીએ તો, 2016 માં થાણે પોલીસ પાસે કથિત રીતે અભિનેત્રીનું નામ રૂ. 2000 કરોડના આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં આવ્યું હતું તેના પર ગેંગસ્ટરને મેથામ્ફેટામાઇનના ગેરકાયદેસર ઉત્પાદન માટે એફેડ્રિન સપ્લાય કરવાનો આરોપ પણ લાગ્યો હતો. જેનો ઉદેશ્ય દાણચોરી કરવાનો હતો. એવું નોંધવામાં આવ્યું હતું કે એક્ટ્રેસ તેના ભાગીદાર વિકી ગોસ્વામી અને અન્ય સહ-આરોપીઓ સાથે જાન્યુઆરી 2016 માં કેન્યામાં આંતરરાષ્ટ્રીય ડ્રગ રિંગમાં એક મીટિંગમાં હાજરી આપી હતી.