57 મિનિટ પેહલા
- કૉપી લિંક
OTT પર સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’ રિલીઝ થયાને ઘણા દિવસો વીતી ગયા છે. આ સિરીઝમાં મનીષા કોઈરાલાએ મલ્લિકાજાનનો રોલ એક અલગ જ રીતે નિભાવ્યો છે. મલ્લિકાજનના રોલમાં તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
એક્ટ્રેસે આ રોલ માટે માટે ઘણી મહેનત કરી હતી. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં મનીષા કોઈરાલાએ જણાવ્યું કે તે ‘હીરામંડી’ના શૂટિંગ દરમિયાન ડિપ્રેશનમાં હતી. શૂટિંગ સમયે તેના માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ હતી.
અભિનેત્રી મનીષા કોઈરાલા વિશે બધા જાણે છે કે તે કેન્સર સામે લડી ચુકી છે. આ બીમારીએ તેમના જીવન પર ઊંડી અસર કરી છે. એક્ટ્રેસે ખુલાસો કર્યો કે તેમને કેવી રીતે કેન્સરની અસર થઈ અને તેના પરિણામે તે કેવી રીતે ડિપ્રેશનનો શિકાર બની.
એક્ટ્રેસે કહ્યું- હું જાણું છું કે શરીર અને મનનું સ્વાસ્થ્ય કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે. ‘હીરામંડી’ના શૂટિંગ દરમિયાન તે ખરાબ રીતે ડિપ્રેશનમાં ફસાઈ ગઈ હતી. તે સમય દરમિયાન મને લાગ્યું કે મારે કોઈક રીતે સમય પસાર કરવો જોઈએ અને મારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ.
મનીષા કોઈરાલાને 2012માં અંડાશયનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. સારવાર દરમિયાન મનીષાના વાળ ખરી ગયા હતા. શરૂઆતમાં તે સામાન્ય ફૂડ પોઈઝનિંગથી પીડાતી હતી, જેના કારણે તેનું પેટ વારંવાર ફૂલી જતું હતું. તે દરમિયાન તેનું વજન પણ અચાનક ઓછું થવા લાગ્યું. જ્યારે અભિનેત્રીએ મુંબઈમાં પોતાનું ચેકઅપ કરાવ્યું ત્યારે તેને કેન્સરની ખબર પડી. એક્ટ્રેસે ન્યુયોર્કમાં ઘણા કીમો સેશન કરાવ્યા, ત્યારબાદ તે સ્વસ્થ થઈ ગઈ હતી.