1 કલાક પેહલા
- કૉપી લિંક
લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં 96મા ઓસ્કાર એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ‘ઓપનહાઈમર’ એ સમારોહમાં શ્રેષ્ઠ ફિલ્મ સહિત કુલ સાત એવોર્ડ જીત્યા હતા. જ્યારે ‘પુઅર થિંગ્સ’એ ચાર કેટેગરીમાં ઓસ્કાર જીત્યો હતો.
એક્ટ્રેસને સ્ટેજ પર રડતી જોઈને કો-એક્ટર ઈમોશનલ થઈ ગયા
સમારંભ દરમિયાન ઘણા પ્રસંગોએ સેલેબ્સની આંખોમાં આંસુ આવી ગયા. શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ જીત્યા બાદ અભિનેત્રી ડી’વાઈન જોય રેન્ડોલ્ફ રડી પડી. તેને રડતી જોઈને તેના કો-એક્ટર પોલ જીયામટ્ટી પણ રડી પડ્યા હતા. આ સિવાય બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ લેવા માટે સ્ટેજ પર આવેલી એમા સ્ટોન પણ પોતાની જાતને કાબૂમાં રાખી શકી નહીં અને ભાવુક થઈ ગઈ. આ દરમિયાન તેના ડ્રેસની ઝિપ પણ તૂટી ગઈ હતી.
આ સિવાય સમારંભ દરમિયાન આવી ઘણી ક્ષણો આવી જે યાદગાર રહી. જરા જોઈ લો..
રેસલર જ્હોન સીનાએ સ્ટેજ પર બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનનો એવોર્ડ રજૂ કર્યો. આ દરમિયાન તે કપડાં વગર જોવા મળ્યો હતો.
એમા જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર લેવા સ્ટેજ પર પહોંચી ત્યારે તેના ડ્રેસની ઝિપ તૂટી ગઈ.
આ સમય દરમિયાન અભિનેત્રી જેસિકાએ તેની મદદ કરી.
શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર જીત્યા પછી, કિલિયન મર્ફીને શ્રેષ્ઠ અભિનેત્રી એમ્મા સ્ટોન, શ્રેષ્ઠ સહાયક અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયર અને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી ડી’વાઈન જોય રેન્ડોલ્ફ સાથે ક્લિક કરાવ્યો.
ફિલ્મ ‘ધ હોલ્ડઓવર્સ’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મેળવ્યા બાદ ડી’વાઈન જોય રેન્ડોલ્ફ ભાવુક થઈ હતી
તેના કો-સ્ટાર ડી’વાઈન જોય રેન્ડોલ્ફને રડતા જોઈને પૉલ જીયામટ્ટી પણ રડી પડ્યા હતા.
એવોર્ડ સમારંભમાં મેસી નામના કૂતરાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.મેસીએ ઓસ્કાર વિજેતા ફિલ્મ એનાટોમી ઓફ અ ફોલ ઇન ધ બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે કેટેગરીમાં કામ કર્યું છે. સમારોહમાં મેસીને બેઠક ફાળવવામાં આવી હતી.
અભિનેત્રી ફ્લોરેન્સ પુગે રેડ કાર્પેટ પર ચાલતી વખતે તેના ચાહકો સાથે સેલ્ફી પણ ક્લિક કરી હતી.
આ રીતે કિલિયન મર્ફીએ બેસ્ટ પિક્ચર માટે ઓપેનહાઇમરના નામની જાહેરાત થયા બાદ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
રોબર્ટ ડાઉની જુનિયર ઓપેનહેઇમર માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતા જીત્યા પછી સમારોહના હોસ્ટ જીમી કિમેલ સાથે ઉજવણી કરે છે. રોબર્ટની કારકિર્દીમાં આ પહેલો ઓસ્કાર એવોર્ડ છે.
બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યા બાદ, ઓપેનહાઇમરની આખી ટીમ સ્ટેજ પર આવી અને એકબીજાને પોતાની ખુશી વ્યક્ત કરી.
શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યા પછી, કિલિયન મર્ફીએ બેન કિંગ્સલે, મેથ્યુ મેકકોનાગી, બ્રેન્ડન ફ્રેઝર, નિકોલસ કેજ અને ફોરેસ્ટ વ્હીટેકર જેવા પીઢ કલાકારો સાથે ફોટોશૂટ કરાવ્યું.
અભિનેત્રી વેનેસા હજિન્સ ઓસ્કારના રેડ કાર્પેટ પર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરે છે.
ઓસ્કાર સમારોહ દરમિયાન અભિનેતા રેયાન ગોસ્લિંગે બાર્બીનું ગીત આઈ એમ જસ્ટ કેન રજૂ કર્યું હતું.
જીમી કિમેલ ઓસ્કાર સમારોહ પહેલા સ્ક્રિપ્ટ વાંચતો જોવા મળે છે. જીમી અત્યાર સુધી ચાર વખત ઓસ્કાર સમારોહ હોસ્ટ કરી ચૂક્યો છે.