4 કલાક પેહલા
- કૉપી લિંક
હવે લગભગ બધા જ લોકોને ખબર છે કે ફોટોગ્રાફર અને જયા બચ્ચન વચ્ચે કેવા સંબંધ છે. જ્યારે પણ દિગ્ગજ એક્ટ્રેસ જાહેરમાં જોવા મળે છે, ત્યારે તે ફોટોગ્રાફરને જોઈને ગુસ્સે થઈ જાય છે. જેના ઘણાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેમાં એક્ટ્રેસ ફોટોગ્રાફર પર ગુસ્સે થતી જોવા મળી હતી. આ માટે માત્ર યુઝર્સ જયા બચ્ચનની ટીકા કરતા જોવા મળ્યા નથી, પરંતુ હવે એક્ટ્રેસ મૌસમી ચેટર્જીએ પણ જયા ઉપર નિશાન સાધ્યું છે. મૌસમી ચેટર્જીએ હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન જયા બચ્ચન પર કટાક્ષ કર્યો હતો. તેમણે ફોટોગ્રાફર માટે હસતાં-હસતાં પોઝ આપ્યો અને પોતાને જયા બચ્ચન કરતાં સારી ગણાવી હતી.
જયા બચ્ચન ઘણીવાર ફોટોગ્રાફરથી નારાજ જોવા મળે છે
જયા બચ્ચન ઘણીવાર ફોટોગ્રાફર પર ગુસ્સે થતી જોવા મળે છે. જ્યારે પણ દિગ્ગજ એક્ટ્રેસ જાહેરમાં દેખાય છે, ત્યારે તે ફોટોગ્રાફરને જોઈને ગુસ્સે થઈ જાય છે. જયા બચ્ચનના આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ ટ્રોલ પણ થયા છે.
મૌસમી ચેટર્જીએ હાલમાં જ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યાં રહેલા ફોટોગ્રાફરને જોઈને તેમને થોડો ગુસ્સો આવ્યો. જેને કારણે કોઈએ તેની સરખામણી જયા બચ્ચન સાથે કરી. ત્યારે જ મૌસમી ચેટર્જીએ જયા બચ્ચન પર કટાક્ષ કર્યો અને કહ્યું- હું જયા બચ્ચન કરતાં ઘણી સારી છું. યાદ રાખો. જો તમે લોકો ન હોત, તો અમે ક્યાં હોત?
મૌસમી ચેટર્જી અને જયા બચ્ચન વચ્ચે વિવાદનું કારણ
થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન મૌસમી ચેટર્જીએ એક કિસ્સો શેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેવી રીતે જયા બચ્ચને ગુલઝાર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘કોશિશ’માં તેમને રિપ્લેસ કર્યા હતા.
મૌસમી ચેટર્જીએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, મેં ત્રણ દિવસ સુધી ફિલ્મનું શૂટિંગ કર્યું. હું જોઈ શકતી હતી તે ત્રણ દિવસમાં શું-શું થઇ રહ્યું હતું. આ દરમિયાન જયા બચ્ચનના સેક્રેટરી સવારથી રાત સુધી ઓફિસમાં જ રહેતા હતા. અચાનક ગુલઝાર જેઓ મારી સાસુને ઉર્દૂ શીખવતા હતા, તેમણે કહ્યું – તમારે કાલથી મોડી રાત સુધી શૂટિંગ કરવાનું છે. તે સમયે મારે એક બાળક હતું. તેથી મેં કહ્યું- હું આ કરી ન શકું, મારે ઘરે એક બાળક છે. હું માત્ર એક જ શિફ્ટમાં શૂટ કરી શકું છું. આ સાંભળીને તેમણે બધાની સામે કહ્યું – તમે જાણો છો કે તમારી જગ્યા લેવા માટે ઘણી એક્ટ્રેસ લાઇનમાં છે. મેં ઉત્સાહિત થઈને કહ્યું હતું કે તો પછી તેમને જ લઇ લો.