10 મિનિટ પેહલા
- કૉપી લિંક
મીનાક્ષી શેષાદ્રી 80 અને 90ના દાયકાની જાણીતી એક્ટ્રેસ હતી. તેણે ‘દામિની’, ‘હીરો’, ‘મેરી જંગ’, ‘ઘાતક’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં એક્ટ્રેસે જૂના દિવસોને યાદ કરતો એક નાનો કિસ્સો શેર કર્યો હતો. તેણે કહ્યું કે પહેલાના જમાનામાં સ્ટુડિયોની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે શૂટિંગ કરવું પણ ખૂબ મુશ્કેલ હતું. એક્ટ્રેસે કહ્યું કે સેટ પર સૌથી મોટી સમસ્યા ટોઇલેટની હતી, કારણ કે ત્યાં માત્ર એક જ ટોઇલેટ હતું અને તેનો ઉપયોગ 100થી વધુ લોકો કરતા હતા. મીનાક્ષીએ જણાવ્યું કે તે સમયે પૂનમ ધિલ્લોન એકમાત્ર એવી એક્ટ્રેસ હતી જેની પાસે પોતાની વેનિટી વેન હતી.
100 લોકો એક જ ટોઇલેટનો ઉપયોગ કરતા હતા – મીનાક્ષી એક યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન મીનાક્ષીએ જણાવ્યું કે સેટ પર 100 થી વધુ લોકો એક જ ટોયલેટનો ઉપયોગ કરતા હતા. પુરૂષો અને મહિલાઓ માટે અલગ-અલગ ટોયલેટ પણ નહોતા. એક્ટ્રેસે જણાવ્યું કે સેટ પર ટોઇલેટ ન હોવાને કારણે ઘણી મુશ્કેલી પડી હતી. તેણે કહ્યું કે પહેલાના જમાનામાં સ્વચ્છતા પર ધ્યાન આપવામાં આવતું ન હતું, અમે શૂટિંગ દરમિયાન ફેન્સી કોસ્ચ્યુમ પહેરતા હતા, તેથી પોશાક ગંદો ન થાય તેનું ધ્યાન રાખવું પડતું હતું.
ડાયેરીયા હોવા છતાં ફિલ્મનું શૂટિંગ કર્યું – મીનાક્ષી વાતચીત દરમિયાન, જ્યારે મીનાક્ષીને તેના ખરાબ દિવસો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે તે સમય યાદ કર્યો જ્યારે તેણીને ડાયેરીયા થયા હતા. તેણે જણાવ્યું કે ડાયેરીયા થવા છતાં તે વરસાદમાં રોમેન્ટિક ગીતનું શૂટિંગ કરી રહી હતી. તેણે કહ્યું કે એક એક્ટર તરીકે દરેક સંજોગોમાં કામ કરવું પડે છે. કારણ કે અભિનય એ ખૂબ જ મુશ્કેલ કામ છે.
આઉટડોર શૂટમાં ઘણી સમસ્યાઓ હતી – જયા બચ્ચન માત્ર મીનાક્ષી જ નહીં પરંતુ અગાઉ જયા બચ્ચને પણ જૂના દિવસોને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે પહેલાના સમયમાં મહિલા અભિનેત્રીઓને આઉટડોર શૂટમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. યુટ્યુબ ચેનલ ‘વોટ ધ હેલ નવ્યા’ પરની વાતચીતમાં જયા બચ્ચને કહ્યું કે સારી સુવિધાઓના અભાવને કારણે મહિલા એક્ટ્રેસ આઉટડોર શૂટ દરમિયાન ઝાડીઓની પાછળ સેનેટરી પેડ બદલવા પડ્યા હતા. તેણે કહ્યું, જ્યારે અમે બહાર શૂટિંગ કરતા હતા ત્યારે અમારી પાસે વાન ન હતી. ઝાડીઓ પાછળ કપડા બદલવા પડતાં. જયા બચ્ચને કહ્યું કે આ માત્ર વિચિત્ર જ નહીં પરંતુ ખૂબ જ શરમજનક પણ છે. અમે 3-4 સેનિટરી પેડ્સનો ઉપયોગ કરતા હતા અને પેડ્સને ફેંકી દેવા પ્લાસ્ટિકની થેલીઓ લઈ જતા અને તેને ટોપલીમાં રાખતાં હતા.