35 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રખ્યાત બોલિવૂડ અને પંજાબી સિંગર મિલિંદ ગાબા વિવાદોમાં ઘેરાતો જોવા મળ્યો છે. તાજેતરમાં મિલિંદ ગાબા ટી-સિરીઝની ઓફિસમાં યોજાયેલી મીટિંગમાં ભાગ લેવા ગયો હતો. જ્યારે મીટિંગ ચાલી રહી હતી ત્યારે તે ત્યાં જ દારૂ પીવા લાગ્યો હતો. મીટિંગમાં બેઠેલા લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો કે તરત જ ગાયક ગુસ્સે થઈ ગયો અને લડવા લાગ્યો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ગાયકની હરકતો કેદ થઈ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મિલિંદે મીટિંગ દરમિયાન પોતાના ખિસ્સામાં રાખેલી દારૂની બોટલ કાઢી અને પીવાનું શરૂ કર્યું. જ્યારે તેની સાથે બેઠેલા એક વ્યક્તિએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો ગાયકે તેની સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. સિંગરે ચર્ચા દરમિયાન પણ દારૂ પીવાનું ચાલુ રાખ્યું હતું.

ચાલુ મીટિંગમાં દારૂ પીતો પંજાબી સિંગર મિલિંદ ગાબા
જ્યારે તે વ્યક્તિએ તેને ફરીથી રોક્યો ત્યારે મિલિંદે પહેલા ટેબલ પર હાથ માર્યો અને પછી તે વ્યક્તિનો કોલર પકડી લીધો. મીટિંગમાં હાજર સભ્યોએ તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગાયકે ઝપાઝપી ચાલુ રાખી. આખરે તેને મીટિંગમાંથી બહાર કાઢી મૂકાવમાં આવ્યો હતો. પરંતુ બહાર નીકળતી વખતે પણ તેણે લડવાનું ચાલુ રાખ્યું.

વીડિયો વાયરલ થયા બાદ T-સિરીઝ સાથે જોડાયેલા એક વ્યક્તિએ અમારા ઈન્ટરનલ સોર્સને આપેલા નિવેદનમાં કહ્યું કે, ‘અમે હાલમાં જ એક વાયરલ વીડિયો જોયો છે, જેમાં મિલિંદ ગાબા T-Seriesની ઓફિસમાં હંગામો મચાવતા જોવા મળે છે. આ પ્રકારનું વલણ પ્રોફેશનલિઝમ પર ઘણા પ્રશ્નો ઉભા કરે છે. વ્યાવસાયિકો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે, તેઓ વ્યક્તિગત સંજોગોને ધ્યાનમાં લીધા વિના સંયમ જાળવે અને પ્રમાણભૂત વર્તન જાળવી રાખે. કોઈપણ ક્ષેત્રમાં આદર અને વિશ્વસનીયતા જાળવવા માટે, પ્રોફેશનલિઝમ જાળવી રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

ગાયકે ટી-સિરીઝ માટે તુલસી કુમાર સાથે ‘નામ’ ગીતમાં અવાજ પણ આપ્યો છે.
ટી-સિરીઝ સાથે વર્ષોથી કામ કરે છે
સિંગર મિલિંદ ગાબાનો ટી-સિરીઝ મ્યુઝિક સાથે કોન્ટ્રાક્ટ છે. સિંગર છેલ્લા ઘણા સમયથી તેની સાથે જોડાયેલો છે. વર્ષ 2019 માં, મિલિંદે ટી-સિરીઝ સાથે મળીને ‘શી ડોન્ટ નો…’ ગીત બનાવ્યું હતું, જેમા્ં તેને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ ગીતને T-Seriesની યુટ્યુબ ચેનલ પર 500 મિલિયનથી વધુ વ્યૂ છે. વર્ષ 2022 માં, મિલિંદ ગાબાએ હની સિંહ સાથે ટી-સિરીઝના ગીત ‘પેરિસ કા ટ્રિપ’ને અવાજ આપ્યો.

ગાયક મિલિંદ ગાબા ‘નજર લગ જાયેગી,’ ‘શી ડોન્ટ નો,’ ‘મેં તેરી હો ગયી’, ‘ક્યા કરું’ અને ‘દિલ્હી શહેર’ જેવા ગીતો માટે જાણીતો છે. વર્ષ 2021 માં, સિંગર બિગ બોસ ઓટીટીની પ્રથમ સિઝનમાં સ્પર્ધક તરીકે પણ જોવા મળ્યો હતો.

સિંગરે 2022માં યુટ્યુબર હર્ષ બેનીવાલની બહેન પ્રિયા બેનીવાલ સાથે લગ્ન કર્યાં હતાં. પ્રિયા એક ફેશન બ્લોગર છે.