18 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટાઈગર શ્રોફની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બાગી 4’ સમાચારોમાં રહે છે. હવે વર્ષ 2021માં મિસ યુનિવર્સ બનેલી હરનાઝ કૌર સંધુ પણ ‘બાગી 4’માં જોવા મળશે. તાજેતરમાં, નિર્માતાઓએ પણ ફિલ્મમાં સોનમ બાજવા અને સંજય દત્તની એન્ટ્રીની પુષ્ટિ કરી હતી.
મિસ યુનિવર્સ બોલિવૂડમાં ડેબ્યૂ કરશે
મિસ યુનિવર્સ હરનાઝ સંધુ ‘બાગી 4’ થી બોલિવૂડમાં ડેબ્યુ કરશે. આ ફિલ્મને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને હરનાઝની એન્ટ્રીની પુષ્ટિ કરી છે. પોસ્ટ શેર કરતી વખતે, ટીમે કેપ્શનમાં લખ્યું છે – ‘મિસ યુનિવર્સથી લઈને બાગી યૂનિવર્સ સુધી, હરનાઝ કૌરનું સ્વાગત છે. ટીમે હરનાઝને રિબેલ લેડી તરીકે પણ નામ આપ્યું છે.
હરનાઝ સંધુ ‘બાગી 4’ થી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે
હરનાઝ વર્ષ 2022માં એક પંજાબી ફિલ્મમાં જોવા મળી હતી
હરનાઝ સંધુ અગાઉ વર્ષ 2022માં રિલીઝ થયેલી પંજાબી ફિલ્મ ‘બાઈ જી કુત્તંગે’ અને વર્ષ 2023માં ‘યારાં દીયાં પૌં બરન’માં જોવા મળી હતી.
મિસ યુનિવર્સ વર્ષ 2021માં બની હતી
સોનમ બાજવાની એન્ટ્રીથી રોમાંચિત છું – ટાઈગર સોનમ બાજવા એ. હર્ષના નિર્દેશનમાં બની રહેલી ‘બાગી 4’માં પણ જોવા મળશે. ટાઈગર શ્રોફે પોતે તાજેતરમાં સોનમ બાજવાની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટો શેર કરતા તેણે લખ્યું – ‘રિબેલ ફેમિલીમાં આપનું સ્વાગત છે, હું ‘બાગી 4’માં સોનમની એન્ટ્રીને લઈને ખૂબ જ ઉત્સાહિત છું.’
સંજય દત્ત વિલનની ભૂમિકામાં જોવા મળશે સોનમ બાજવા પહેલા મેકર્સે ફિલ્મમાં સંજય દત્તની એન્ટ્રી ઓફિશિયલ કરી હતી. અભિનેતાએ પોતે ફિલ્મનું બીજું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. જેમાં તે ખૂબ જ ખતરનાક રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અભિનેતા વિલનની ભૂમિકામાં જોવા મળશે.
પહેલું પોસ્ટર 18 નવેમ્બરે આવ્યું હતું ‘બાગી 4’નું પહેલું પોસ્ટર મેકર્સ દ્વારા 18 નવેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં ટાઇગર શ્રોફ વિકરાળ સ્વરૂપમાં જોવા મળ્યો હતો.
‘બાગી’નો પહેલો ભાગ વર્ષ 2016માં આવ્યો હતો
પહેલો ભાગ વર્ષ 2016માં આવ્યો હતો નોંધનીય છે કે, ‘બાગી’નો પહેલો ભાગ વર્ષ 2016માં રિલીઝ થયો હતો. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને અભિનેત્રી શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે તે સમયે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. જે બાદ ફિલ્મનો બીજો ભાગ 2018માં રીલિઝ થયો હતો. ફિલ્મનો ત્રીજો ભાગ વર્ષ 2020માં રિલીઝ થયો હતો. હવે પાંચ વર્ષ પછી, વર્ષ 2025માં, બાગી 4 સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ ફિલ્મ 2025માં રિલીઝ થશે ’બાગી 4’માં ટાઈગર શ્રોફ લીડ એક્ટર તરીકે એક્શન કરતો જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં જીમી શેરગિલ પણ લીડ રોલમાં જોવા મળી શકે છે. બાગી 4 આવતા વર્ષે 5 સપ્ટેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
હરનાઝ સંધુની એન્ટ્રી બાદ આ ફિલ્મ ટ્રેન્ડ કરી રહી છે.
મિસ યુનિવર્સ હરનાઝ સંધુની એન્ટ્રીની જાહેરાત બાદથી બાગી 4 ગૂગલ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ફિલ્મ મેકર્સે હરનાઝની એન્ટ્રી ઓફિશિયલ કરી દીધી છે. આ ફિલ્મથી તે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. જેના કારણે આ ફિલ્મ હવે ટ્રેન્ડમાં છે.
સ્ત્રોત- Google Trends