- Gujarati News
- Entertainment
- Bollywood
- Mithun Chakraborty Admitted To Kolkata Hospital After He Complained Of Chest Pain On Saturday MorningMithun Chakraborty Admitted To Kolkata Hospital After He Complained Of Chest Pain On Saturday Morning
4 કલાક પેહલા
- કૉપી લિંક
દિગ્ગજ અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીને શનિવારે કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે શનિવારે સવારે છાતીમાં દુખાવાની ફરિયાદ હતી. અભિનેતાના નજીકના લોકોના જણાવ્યા અનુસાર, તેઓ અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા, ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક ઈન્ટર્વ્યૂમાં વાત કરતાં મિથુનના પુત્ર મહાઅક્ષય ચક્રવર્તીએ કહ્યું હતું કે પિતા બિલકુલ ઠીક છે. તેઓ નિયમિત ચેકઅપ માટે જ હોસ્પિટલમાં લાવ્યા છીએ. હાલ એક્ટરનો ઇલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ અને અનુપમામાં કાવ્યાની ભૂમિકા નિભાવી રહેલી એક્ટ્રેસ મદાલસા શર્માએ જણાવ્યું હતું કે, તેમના સસરાને માત્ર રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવાયા છે, કોઈ અફવા ન ફેલાવે.
પુત્ર મહાઅક્ષય પુત્રવધૂ મદાલસા અને સંબંધી એક્ટ્રેસ શીલા ડેવિડ સાથે મિથુન
હોસ્પિટલમાંથી વાઇરલ થયો વીડિયો
આ ઘટનાક્રમ વચ્ચે હોસ્પિટલમાંથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં મિથુન હોસ્પિટલના બેડ પર સૂતેલો જોવા મળી રહ્યો છે. તેની આસપાસ ઘણા લોકો ઉભા છે. હોસ્પિટલના બેડ પરથી મિથુનનો એક ફોટો પણ વાયરલ થયો છે.
આપને જણાવી દઈએ કે, આ પહેલા વર્ષ 2022માં પણ હોસ્પિટલમાંથી મિથુન ચક્રવર્તીનો એક ફોટો વાયરલ થયો હતો, જેના પછી ફેન્સ નારાજ થઈ ગયા હતા. અનેક પ્રકારની અફવાઓ પણ ફેલાઈ હતી. ત્યાર બાદ તેમના પુત્ર મિમોહ ચક્રવર્તીએ પિતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે તેના પિતાની કિડનીમાં પથરી છે. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તાજેતરમાં પદ્મભૂષણ એવોર્ડ મળ્યો
તાજેતરમાં મિથુનનું નામ ફરી ચર્ચામાં આવ્યું. જ્યારે ગયા મહિને તેમને ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. મિથુન ઉપરાંત ગાયિકા ઉષા ઉથુપ અને દિવગંત અભિનેતા વિજયકાંતનું નામ પણ સામેલ હતું.
મિથુન ચક્રવર્તીની ફિલ્મો
મિથુન ચક્રવર્તી 73 વર્ષના છે. તેમણે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતાએ ઘણા ટીવી શોને જજ પણ કર્યા છે. તે છેલ્લે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં જોવા મળ્યા હતા. આ સિવાય તેમણે બંગાળી ફિલ્મો ‘પ્રજાપતિ’ અને ‘કાબુલીવાલા’માં પણ કામ કર્યું હતું. હાલમાં તેમની પાસે પાઇપલાઇનમાં કોઇ પ્રોજેક્ટ નથી