6 કલાક પેહલા
- કૉપી લિંક
અભિનેત્રી સારા અલી ખાન અને તેની માતા અમૃતા સિંહે મુંબઈના અંધેરી વેસ્ટમાં 22.26 કરોડ રૂપિયામાં બે ઓફિસ સ્પેસ ખરીદી છે. આ રીતે માતા-દીકરીએ રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે.
આ ઓફિસ સ્પેસ વીરા દેસાઈ રોડ પર સ્થિત વીર સાવરકર પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડની સિગ્નેચર બિલ્ડિંગના નવમા માળે આવેલી છે.

જુલાઈ 2023માં પણ સારા અને અમૃતાએ 9 કરોડ રૂપિયામાં ઓફિસ સ્પેસ ખરીદી હતી
બિલ્ડિંગમાં પાર્કિંગમાં ત્રણ પાર્કિગ સ્પેસ પણ મળી આ દરેક ઓફિસની કિંમત 11.13 કરોડ રૂપિયા છે, જેના પર અભિનેત્રીઓએ 66.8 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે. આ ઓફિસોનો વિસ્તાર 2,099 ચોરસ ફૂટ છે. આ સાથે સારા અને અમૃતાને બિલ્ડિંગમાં ત્રણ પાર્કિંગ સ્પેસ પણ મળી છે.

સારા અને અમૃતાએ આ બિલ્ડિંગમાં રોકાણ કર્યું છે.
જુલાઈ 2023માં પણ 9 કરોડ રૂપિયાની ઓફિસ ખરીદી હતી આ ઓફિસ સ્પેસ 10 ઓક્ટોબરે રજીસ્ટર કરવામાં આવી હતી. આ પહેલા જુલાઈ 2023માં પણ સારા અને અમૃતાએ આ જ બિલ્ડિંગના ચોથા માળે 9 કરોડ રૂપિયામાં ઓફિસ સ્પેસ ખરીદી હતી. ત્યારબાદ આ માટે તેણે સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂ. 41.01 લાખ ચૂકવ્યા હતા.

સારા સિવાય ઈમરાન હાશ્મી ફિલ્મ ‘એ વતન મેરે વતન’માં પણ જોવા મળ્યો હતો
સારા ત્રણ ફિલ્મોનું શૂટિંગ કરી રહી છે સારાની છેલ્લી ફિલ્મ આ વર્ષે રિલીઝ થયેલી ‘એ વતન મેરે વતન’ હતી. આ દિવસોમાં એક્ટ્રેસ ત્રણ ફિલ્મોનું શૂટિંગ કરી રહી છે. તે ‘મેટ્રો… ધીસ ડેઝ’, ‘સ્કાય ફોર્સ’ અને ‘ઇગલ’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.