10 કલાક પેહલાલેખક: કિરણ જૈન
- કૉપી લિંક
છેલ્લાં કેટલાક દિવસથી શક્તિમાનના રોલમાં રણવીર સિંહ જોવા મળવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એક રિપોર્ટ અનુસાર, તે આ ફ્રેન્ચાઇઝીમાં લીડ-સુપર હીરો તરીકે જોવા મળશે. પરંતુ, જો મુકેશ ખન્નાની વાત માનીએ તો આ માત્ર અફવા છે.
આ બધી બજારની અફવા છે
મુકેશ ખન્નાએ દિવ્ય ભાસ્કરને કહ્યું, ‘જુઓ, આ બધી બજારની અફવા છે. હાલમાં આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. મારો સોની પિક્ચર્સ સાથે કોન્ટ્રાક્ટ છે અને તેથી હું તેના વિશે વધુ વાત કરી શકતો નથી. જો કે, અમે ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરીશું.’
સિદ્ધાંત ચતુર્વેદીના નામની પણ ચર્ચા થઇ હતી
રણવીર પહેલાં એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીનું નામ પણ સમાચારોમાં આવ્યું હતું. જો કે તે સમયે પણ મુકેશ ખન્નાએ તેને અફવા ગણાવી હતી. અભિનેતાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘દરેક વ્યક્તિ પોતાની રીતે અનુમાન લગાવે છે. અમે એવા અભિનેતા સાથે જોડાયેલા રહેવા માગીએ છીએ જેના શબ્દો બાળકો અને વૃદ્ધો બધા સાંભળે છે. અત્યારે મારી દૃષ્ટિએ એવો કોઈ અભિનેતા નથી. જ્યારે અમને અમારો અભિનેતા મળશે અમે ચોક્કસપણે તેની જાહેરાત કરીશું.’
ટીવી શો ‘શક્તિમાન 2’ વિશે વધુમાં કહ્યું કે, ‘શક્તિમાન 2’ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ શોની મોટી ફેન ફોલોઈંગ છે. છેલ્લાં ઘણા સમયથી લોકો મને પૂછે છે કે, તમે શક્તિમાનને ફરી ક્યારે લાવશો? આ ચાહકો માટે જ મેં શક્તિમાનની સિઝન 2 લાવવાનું નક્કી કર્યું છે. લોકોને મારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને હું ચોક્કસપણે તેમની અપેક્ષાઓ પર ખરો ઊતરીશ. મારી પાસે લોકોને કહેવા માટે ઘણું છે પરંતુ હું તેને ફિલ્મની જેમ રજૂ કરીશ. હું શક્તિમાનને ફરીથી ટીવી પર લાવવા માગતો ન હતો. અમે આ પ્રોજેક્ટને ત્રણ ભાગમાં રજૂ કરીશું.
‘શક્તિમાન’ ફિલ્મની જાહેરાત 2 વર્ષ પહેલા કરવામાં આવી હતી
2022માં સોની પિક્ચર્સે એક વીડિયો દ્વારા ‘શક્તિમાન’ ફિલ્મની જાહેરાત કરી હતી. રિપોર્ટ્સનું માનીએ તો આ એક મેગા બજેટ ફિલ્મ હશે, જે 200-300 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવશે. આ ફિલ્મ વર્ષ 1997માં લોકપ્રિય શો શક્તિમાનના સુપરહીરોના પાત્ર પર આધારિત હશે.
1997માં ટેલિકાસ્ટ, 104 એપિસોડ પછી શો અચાનક બંધ થઈ ગયો
90ના દાયકામાં મુકેશ ખન્નાએ ટીવી શો ‘શક્તિમાન’માં સુપરહીરોની ભૂમિકા ભજવી હતી. લોકો આજે પણ આ પાત્રને યાદ કરે છે. મહાભારત અને રામાયણ પછી શક્તિમાનને દૂરદર્શન પર સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું હતું. આ સિરિયલને બાળકોમાં સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી. આ શો 26 વર્ષ પહેલાં 1997માં ટેલિકાસ્ટ થયો હતો. તે 2005માં અચાનક બંધ થઈ ગયો હતો. શો બંધ કરવા પાછળનું કારણ મુકેશ ખન્ના અને દૂરદર્શન વચ્ચે પૈસાને લઈને વિવાદ હતો.
દૂરદર્શનના લોકો તેમની પાસેથી ઘણા પૈસા લેવા લાગ્યા હતાઃ મુકેશ ખન્ના
મુકેશ ખન્નાએ એક વખત કહ્યું હતું કે, ‘દૂરદર્શનના લોકોએ તેમની પાસેથી ઘણા પૈસા લેવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે તેને નુકસાન થવા લાગ્યું. અગાઉના નિર્માતાઓને દૂરદર્શન પર ચાલતી સિરિયલો કરાવવા માટે પોતાના પૈસા ચૂકવવા પડતા હતા.’