10 મિનિટ પેહલા
- કૉપી લિંક
સોનાક્ષી સિંહાએ 23 જૂને ઝહીર ઈકબાલ સાથે ઇંટરફેથ(આંતરધર્મ) લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ કપલને ઘણું ટ્રોલ કરવામાં આવ્યું હતું. હવે અભિનેતા મુકેશ ખન્નાએ પણ આ લગ્ન અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે, પ્રેમનો કોઈ ધર્મ હોતો નથી. તેમણે કહ્યું, ‘આને હિંદુ-મુસ્લિમના એંગલથી ન જુઓ.’ સોનાક્ષીએ ઝહીર સાથે અચાનક લગ્ન કર્યા નથી. તેઓએ 7 થી 8 વર્ષ સાથે રહ્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં હિન્દુ-મુસ્લિમનો આમાં કોઈ એંગલ જ નથી.’
‘લવ જેહાદનો એક કિસ્સો ત્યારે બને છે જ્યારે કોઈ નાની છોકરીને ફસાવીને તેની સાથે લગ્ન કરે છે. જ્યારે તમે કોઈને એક વર્ષ સુધી જાણ્યા પછી તેને ગેરમાર્ગે દોરો છો, ત્યારે મામલો વધુ ખરાબ થઈ જાય છે. આ એક સંવેદનશીલ અને રાજકીય મામલો છે. આ બંને એક્ટર છે, શું પહેલા હિન્દુ-મુસ્લિમ લોકોએ લગ્ન નથી કર્યા? અમારા જમાનામાં પણ ઘણા લોકોએ આવા લગ્ન કર્યા હતા. તે બધા આજે પણ તેમના જીવનમાં ખુશ છે.’
મુકેશ ખન્ના શત્રુઘ્ન સિંહાના નજીકના મિત્ર છે
મુકેશ ખન્નાએ શત્રુઘ્ન સિંહાને પોતાના ખાસ મિત્ર ગણાવ્યા છે. તેમણે કહ્યું, ‘શત્રુઘ્ન સિંહા ખૂબ જ મહાન વ્યક્તિ છે. સોનાક્ષીના લગ્ન તેનો પારિવારિક મામલો છે.’ શત્રુઘ્ન સિંહાએ પણ લગ્નને લઈને ઊભા થયેલા વિવાદો પર પોતાનું મૌન તોડ્યું હતું. તેણે ઝહીરને સોનાક્ષી માટે પરફેક્ટ મેચ ગણાવ્યો હતો. તેમણે કહ્યું, ‘મારી દીકરીએ કોઈ ગેરકાયદેસર કામ કર્યું નથી’.
સોનાક્ષીના લગ્ન તેના બાંદ્રા સ્થિત ઘરે થયા હતા. લગ્ન બાદ તેણે મુંબઈના દાદરમાં શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ બાસ્ટન ખાતે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું.