6 કલાક પેહલા
- કૉપી લિંક
દિગ્ગજ એક્ટ્રેસ મુમતાઝે ભારતમાં પાકિસ્તાની કલાકારો પરનો પ્રતિબંધ હટાવવાની માગ કરી છે. મુમતાઝ હાલમાં જ પાકિસ્તાન ગઈ હતી જ્યાં તે ઘણા પાકિસ્તાની કલાકારોને મળી હતી. ત્યાંથી પરત ફર્યા બાદ મુમતાઝે હવે પાકિસ્તાની કલાકારો સાથેની મુલાકાત અંગેની વાત કરી છે. તેમને ભારતમાં કામ આપવાની પણ માગ કરવામાં આવી છે.
મુમતાઝે કહ્યું, ‘તેમને (પાકિસ્તાની કલાકારોને) અહીં આવીને કામ કરવાની મંજૂરી આપવી જોઈએ. તેઓ બધા ખૂબ જ ટેલેન્ટેડ છે. હું માનું છું કે મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટેલેન્ટની કોઈ કમી નથી પણ તેમને પણ તક તો મળવી જોઈએ.’
ફવાદ ખાન સાથે મુમતાઝ
મુમતાઝ પાકિસ્તાનમાં મળેલી મહેમાનગતિથી ખુશ છે
મુમતાઝે પોતાની પાકિસ્તાન મુલાકાત વિશે કહ્યું, ‘જ્યારે અમે મળ્યા ત્યારે રાહત ફતેહ સાહબની તબિયત સારી ન હતી, પરંતુ તેઓ મારા માટે ગીતો ગાયા હતા. મને ખૂબ જ ખાસ લાગ્યું. એવું લાગ્યું કે હું હજુ મુમતાઝ છું. ફવાદ ખાને મારા માટે આખી રેસ્ટોરાંબુક કરાવી હતી. આખી રેસ્ટોરાંમાં માત્ર હું, ફવાદ, તેની પત્ની અને બાળક હતા.
ગુલામ અલી સાથે મુમતાઝની એક તસવીર પણ સામે આવી છે
76 વર્ષીય મુમતાઝે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘પાકિસ્તાનના લોકો આપણાથી બિલકુલ અલગ નથી. હું જ્યાં પણ ગઈ ત્યાં લોકો આવ્યા અને મારા અને મારી બહેન પર પ્રેમ અને ગિફ્ટનો વરસાદ કર્યો હતો. કલાકારને આનાથી વધુ શું જોઈએ? તેમને મારી બધી ફિલ્મો અને ગીતો યાદ છે. ,
ઉરી હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
2016માં ઉરી હુમલા બાદ ભારતે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પાકિસ્તાની એક્ટરતા ફવાદ ખાને ઓક્ટોબર 2016માં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં કામ કર્યું હતું.
આ છેલ્લી તક હતી જ્યારે કોઈ પાકિસ્તાની એક્ટરે બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું હોય. અગાઉ પાકિસ્તાની કલાકારોએ ‘રઈસ’, ‘ખૂબસુરત’, ‘મેરે બ્રધર કી દુલ્હન’, ‘કપૂર એન્ડ સન્સ’ અને ‘કિલ-દિલ’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું હતું.
મુમતાઝે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે
મુમતાઝની વાત કરીએ તો તેણે 60-70ના દાયકાની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં ‘ગહેરા દાગ’, ‘હમરાઝ’, ‘આપકી કસમ’, ‘રોટી’ અને ‘નાગિન’નો સમાવેશ થાય છે. રાજેશ ખન્ના સાથેની તેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.