3 કલાક પેહલા
- કૉપી લિંક
બિગ બોસ 17ના વિજેતા અને સ્ટેન્ડ અપ કોમેડિયન મુનાવર ફારુકી ફરી એકવાર વિવાદોમાં ફસાયો છે. તાજેતરમાં, મુનાવર ફારુકીએ સ્ટેન્ડ-અપ કોમેડી શો દરમિયાન દર્શકો સાથે મજાક કરતી વખતે કોંકણી સમુદાયના લોકો માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જ્યારથી શોનો વીડિયો સામે આવ્યો છે ત્યારથી કોંકણી સમુદાયના લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિશ રાણેએ તેમને પાકિસ્તાન હાંકી કાઢવાની ધમકી આપી છે. બીજી તરફ એક નેતાએ મુનાવરને મારવા બદલ 1 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે.
કાઉન્સિલર સમાધાન સરવણકરે મુનાવર ફારુકીના સ્ટેન્ડ અપ કોમેડી શોનો વીડિયો શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કોંકણી ભાષામાં લખ્યું છે કે, જો મુનાવર તેના નિવેદન માટે માફી નહીં માંગે તો તે તેને મારનાર વ્યક્તિને 1 લાખ રૂપિયાનું ઈનામ આપશે. નોંધનીય છે કે સમાધાન સરવણકર શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના નેતા, ધારાસભ્ય અને સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી સદા સરવણકરના પુત્ર છે.
આ સિવાય ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિશ રાણેએ એક વીડિયો જાહેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે કોંકણી ભાષામાં કહ્યું, ‘તારા જેવા લીલા સાપને પાકિસ્તાન મોકલવામાં વધુ સમય નહીં લાગે. આ કોંકણના લોકોને અપશબ્દ કહી રહ્યો છે. જો તે માફી નહીં માંગે તો તેને પાકિસ્તાન હાંકી કાઢવામાં સમય નહીં લાગે.’
વિવાદ વધતાં મુનાવરે માફી માંગી હતી
વિવાદ વધ્યા બાદ મુનાવર ફારુકીએ X પ્લેટફોર્મ (અગાઉ ટ્વિટર) પર એક વીડિયો શેર કરીને માફી માંગી છે. તેણે કહ્યું- ‘મિત્રો, હું અહીં કંઈક સ્પષ્ટતા કરવા આવ્યો છું. થોડા સમય પહેલા એક શો હતો, જેમાં ભીડ સાથે વાત કરતી વખતે મેં કોંકણ વિશે વાત કરી હતી. હું જાણતો હતો કે તલોજામાં ઘણા કોંકણી લોકો રહે છે કારણ કે મારા ઘણા મિત્રો પણ ત્યાં રહે છે. પરંતુ તે વાત થોડી સંદર્ભથી ભટકી ગઈ હતી, ના મિત્રો મારો ઈરાદો આવો બિલકુલ ન હતો. મેં જોયું છે કે, કેટલાક લોકોની લાગણી દુભાઈ છે. એક સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે હું નથી ઈચ્છતો કે કોઈ પણ કારણસર તેઓ નારાજ થાય. હું ખરા દિલથી માફી માંગવા ઈચ્છું છું. માફ કરશો, જેને પણ દુઃખ થયું છે. શોમાં ઘણા લોકો હતા જેમણે શોની મજા માણી હતી. જય હિંદ, જય મહારાષ્ટ્ર.’
તેમની પોસ્ટમાં મુનાવરે કોંકણી ભાષામાં લખ્યું છે, કોકણાવર ખૂપ ખૂપ પ્રેમ આણિ માજી માફી (કોંકણ માટે મારો ખૂબ પ્રેમ અને મારી માફી)