1 કલાક પેહલા
- કૉપી લિંક
મંગળવારે રાત્રે, મુંબઈ પોલીસે હુક્કા પાર્લરમાં દરોડો પાડ્યો અને સ્ટેન્ડ-અપ કોમેડિયન અને ‘બિગ બોસ 17’ના વિજેતા મુનાવર ફારૂકી અને અન્ય 13 લોકોની અટકાયત કરી. આ તમામને પૂછપરછ બાદ છોડી મૂકવામાં આવ્યા છે. તમામ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
ANIએ ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપી છે
મુંબઈ પોલીસને એક ટીપ મળી હતી
ફોર્ટ વિસ્તારની હોટેલ સબલાન હુક્કા પાર્લરમાં પડેલા દરોડા સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, પોલીસને માહિતી મળી હતી કે આ હુક્કા પાર્લરમાં તમાકુનું સેવન કરવામાં આવે છે. આ પછી પોલીસ દરોડો પાડવા ત્યાં પહોંચી અને 13 લોકોને કસ્ટડીમાં લીધા. આ લોકોમાં મુનાવર ફારૂકીનો પણ સમાવેશ થાય છે.
13,500ની કિંમતના 9 હુક્કા પોટ જપ્ત
પોલીસે ગેરકાયદેસર રીતે ચાલતા આ હુક્કા પાર્લરમાં દરોડો પાડી રૂ.4,400 રોકડા અને રૂ.13,500ની કિંમતના 9 હુક્કા પોટ કબજે કર્યા હતા. સિગારેટ અને અન્ય ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મુનાવરે સવારે 4.55 વાગ્યે એરપોર્ટ પરથી આ ફોટો શેર કર્યો હતો
બુધવારે સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો
મુંબઈ પોલીસ દ્વારા તેની અટકાયતના સમાચાર સામે આવ્યા બાદ મુનાવર ફારૂકીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એરપોર્ટની એક તસવીર શેર કરી હતી. એક સેલ્ફી શેર કરતી વખતે મુનાવરે લખ્યું, ‘હું થાકી ગયા પછી પણ મુસાફરી કરી રહ્યો છું.’
2021માં ધાર્મિક લાગણી ભડકાવવાનો આરોપ હતો
જોકે, આ પહેલીવાર નથી જ્યારે મુનાવરનું નામ કોઈ વિવાદમાં જોડાયું હોય. 2021માં મુનાવર પર ધાર્મિક લાગણી ભડકાવવાનો આરોપ લાગ્યો હતો. તેણે પોતાના એક સ્ટેન્ડ અપ એક્ટમાં હિંદુ દેવી-દેવતાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેની સામે અનેક રાજ્યોમાં FIR પણ નોંધવામાં આવી હતી. તેની ધરપકડ પણ કરવામાં આવી હતી અને 37 દિવસ જેલમાં રહ્યો હતો.
બિગ બોસ 17ની ટ્રોફી જીત્યા બાદ શોના હોસ્ટ સલમાન ખાન સાથે મુનાવર
ઘણા રિયાલિટી શો જીત્યા છે
વિવાદોમાં આવ્યા પછી, મુનાવરે પહેલીવાર 2022માં કંગના રનૌતના રિયાલિટી શો ‘લોક અપ’માં ભાગ લીધો હતો. તે તેની સીઝન 1 નો વિજેતા પણ હતો. આ પછી તે ગયા વર્ષે ‘બિગ બોસ 17’નો વિજેતા પણ બન્યો હતો.