8 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીવી એક્ટ્રેસ સુરભી જ્યોતિએ તેના બોયફ્રેન્ડ સુમિત સૂરી સાથે લગ્ન કર્યા છે. તેણે જીમ કોર્બેટમાં પ્રકૃતિની વચ્ચે ઝાડના છાંયડા નીચે સાત ફેરા લીધા હતા, જેની તસવીરો સામે આવી છે. આ પહેલા બંનેએ હલ્દી અને મહેંદી સેરેમની યોજી હતી, જેમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. સુમિત સૂરી સાથેના લગ્નના ફોટા શેર કરતી વખતે સુરભી જ્યોતિએ કેપ્શનમાં લખ્યું, “હેપ્પી મેરેજ. 27.10.204.”
સુરભી જ્યોતિ અને સુમિત સૂરીના લગ્નની તસવીરો
ઝાડના છાંયડા નીચે લીધા સાત ફેરા સુરભી અને સુમિતના લગ્ન રાજસ્થાનમાં થવાના હતા, તે પણ માર્ચ મહિનામાં, પરંતુ સ્થળના કારણે લગ્ન નક્કી થઈ શક્યા ન હતા. આ પછી બંનેએ જિમ કોર્બેટને પસંદ કર્યો. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક ગાઢ વૃક્ષને ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને બંનેએ તેની નીચે સાત ફેરા લીધા છે. લગ્ન પહેલા બંનેએ 27મીએ બપોરે હલ્દી વિધિ કરી હતી. આ પહેલા શનિવારે તેની મહેંદી સેરેમની થઈ હતી, જેમાં સુરભીએ પંજાબી કુડીનો પોશાક પહેરીને લાઈમલાઈટ લૂંટી હતી.
હલ્દી અને મહેંદી સેરેમનીની તસવીરો