3 કલાક પેહલા
- કૉપી લિંક
કરીના કપૂર કન્નડ સિનેમામાં યશ સ્ટારર ફિલ્મ ‘ટોક્સિક’થી ડેબ્યૂ કરવાની હતી, જો કે, તેમણે તેમના વ્યસ્ત શેડ્યૂલને કારણે આ ફિલ્મ છોડી દીધી હતી. હાલ રિપોર્ટ મળી રહ્યા છે કે કરીનાની જગ્યાએ મેકર્સ સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારાને ફિલ્મમાં કાસ્ટ કરવા જઈ રહ્યા છે.
નયનતારાને ‘ટોક્સિક’ની સ્ક્રિપ્ટ ગમી
પિંકવિલાના હાલના રિપોર્ટમાં ફિલ્મ ડેવલપમેન્ટ સાથે જોડાયેલા એક સ્ત્રોતને ટાંકીને લખવામાં આવ્યું છે કે ફિલ્મ ‘ટોક્સિક’ના નિર્દેશક ગીતુ મોહનદાસ અને યશની નયનતારા સાથે છેલ્લા અઠવાડિયામાં ઘણી વખત મુલાકાત થઈ છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, નયનતારાએ ફિલ્મ ‘ટોક્સિક’ કરવામાં રસ દાખવ્યો છે અને હાલમાં લોજિસ્ટિક્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં યશની બહેનના પાત્રની સ્ક્રિપ્ટ ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે અને તે મજબૂત ભૂમિકા નયનતારાની છબી સાથે ખૂબ જ સારી રીતે મેળ ખાય છે. સ્ક્રિપ્ટ વાંચ્યા પછી નયનતારા ગીતુ મોહનદાસથી ખૂબ જ ખુશ છે કે તેમણે આટલું મજબૂત પાત્ર બનાવ્યું છે.
કરીના કપૂર યશની બહેનની ભૂમિકા ભજવવાની હતી
કરીના કપૂર ફિલ્મ ‘ટોક્સિક’માં યશની બહેનનો રોલ કરવા જઈ રહી હતી. તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ અંગે ઈશારો પણ કર્યો હતો. જોકે વ્યસ્ત શિડ્યુલને કારણે તેમણે ફિલ્મ છોડી દીધી છે. ફિલ્મના નિર્માતાઓ ઇચ્છતા હતા કે કરીનાને બદલે ફિલ્મમાં યશની બહેનની કોઈ પેન ઇન્ડિયા પ્રેઝન્ટવળી એક્ટ્રેસ નિભાવે.
નયનતારાએ ગયા વર્ષે ફિલ્મ ‘જવાન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, ત્યાર બાદ તેની સમગ્ર ભારતની ઈમેજ વિકસિત થઈ છે. આ પહેલા નયનથારા કન્નડ ફિલ્મ સુપર (2010)માં જોવા મળી હતી. જો નયનતારા આ ફિલ્મ કરશે તો તે તેની બીજી કન્નડ ફિલ્મ હશે.