9 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાઉથ લેડી સુપરસ્ટાર નયનતારાની સામે વધુ એક મુશ્કેલી ઉભી થઈ છે. તેની ડોક્યુમેન્ટ્રી બિયોન્ડ ધ ફેરીટેલને કારણે લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે, ત્યારબાદ એક્ટ્રેસ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. થોડા સમય પહેલા ધનુષે એક્ટ્રેસ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી હતી, હવે ફિલ્મ ‘ચંદ્રમુખી’ના મેકર્સે નયનતારાને લીગલ નોટિસ મોકલી છે.
ફિલ્મ ‘ચંદ્રમુખી’ના મેકર્સે નયનતારા અને નેટફ્લિક્સ બંનેને કાનૂની નોટિસ મોકલી છે. એવા આરોપો છે કે નયનતારાએ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ચંદ્રમુખી’ના ફૂટેજનો ઉપયોગ તેની ડોક્યુમેન્ટરીમાં પરવાનગી વગર કર્યો હતો. ‘ચંદ્રમુખી’ના મેકર્સે નેટફ્લિક્સ અને એક્ટ્રેસ પાસેથી 5 કરોડ રૂપિયાના વળતરની માગ કરી છે. હાલમાં આ મામલે નયનતારાના પક્ષ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
ધનુષે પહેલા કાનૂની નોટિસ મોકલી, પછી ફરિયાદ નોંધાવી ચંદ્રમુખીના નિર્માતાઓ પહેલા, અભિનેતા ધનુષે પણ નયનતારાને તેની ફિલ્મ ‘નનુમ રાઉડી ધામ’ના દ્રશ્યોનો પરવાનગી વિના ઉપયોગ કરવા બદલ કાનૂની નોટિસ મોકલી હતી. 10 કરોડના વળતરની માગ કરતી કાનૂની નોટિસ મળ્યા બાદ નયનતારાએ સોશિયલ મીડિયા પર ધનુષની આકરી ટીકા કરી અને તેને ઘણી બધી વાતો કહી.
નયનતારાએ પોતાની પોસ્ટમાં લખ્યું, તમે તમારા પિતા અને ભાઈના કારણે સફળ એક્ટર બન્યા છો, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારો કોઈ ગોડફાધર નહોતો. જો કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તમે આટલી હદ સુધી જશો.
નયનતારાની પોસ્ટ સામે આવ્યા બાદ ધનુષના વકીલે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં તેણે નયનથારા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી હતી. સાથે જ 24 કલાકનું અલ્ટીમેટમ આપતાં તેમણે કહ્યું કે જો તે ફૂટેજ ડોક્યુમેન્ટરીમાંથી હટાવવામાં નહીં આવે તો 10 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. વિવાદ વધ્યા બાદ ધનુષે અભિનેત્રી અને તેની ડોક્યુમેન્ટ્રી સામે મદ્રાસ હાઈકોર્ટમાં સિવિલ કેસ દાખલ કર્યો છે.
શું છે સમગ્ર મામલો? બિયોન્ડ ધ ફેરીટેલ, નયનતારાના જીવન પરની એક ડોક્યુમેન્ટ્રી, નેટફ્લિક્સ પર 18 નવેમ્બર 2024ના રોજ રિલીઝ કરવામાં આવી છે. ડોક્યુમેન્ટ્રીમાં નયનતારાના અંગત જીવન અને ફિલ્મોગ્રાફીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડોક્યુમેન્ટ્રીના નિર્માણ દરમિયાન, નયનતારાએ ધનુષ પાસેથી ફિલ્મ ‘નાનુમ રાઉડી ધાન’ના ગીતો અને વિઝ્યુઅલનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી હતી, કારણ કે તે તેમાં મુખ્ય ભૂમિકામાં હતી. જોકે ધનુષે આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
થોડા સમય પછી, જ્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું, ત્યારે તેમાં ‘નનુમ રાઉડી ધાન’ના 3 સેકન્ડના વિઝ્યુઅલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પછી ધનુષે એક્ટ્રેસને 10 કરોડ રૂપિયાની લીગલ નોટિસ મોકલી હતી. એ જ રીતે, 2005ની ફિલ્મ ચંદ્રમુખીના વિઝ્યુઅલનો પણ ડોક્યુમેન્ટરીમાં ઉપયોગ કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.