28 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટેલિવિઝનનો લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 18’ 6 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. શોમાં આવવા માટે ઘણા કન્ટેસ્ટન્ટના નામ સતત સામે આવી રહ્યા છે. આ સીઝનની પ્રથમ કન્ફર્મ કન્ટેસ્ટન્ટ નિયા શર્મા બનવા જઈ રહી છે, જે ‘સુહાગન ચૂડેલ’, ‘એક હજારોં મેં મેરી બેહના હૈ’ અને ‘નાગીન’ જેવા શોથી ફેમસ થઇ છે. નિયા શર્મા આ સિઝનની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ બનવા જઈ રહી છે.
નિયા શર્માને એક દિવસ માટે 5 લાખ 40 હજાર રૂપિયા ચૂકવવામાં આવશે. તે દર અઠવાડિયે 37 લાખ 80 હજાર રૂપિયા ચાર્જ કરશે.
નિયા શર્મા આ સિઝનની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ
જો કે, દિવ્ય ભાસ્કરના સૂત્રો અનુસાર, બિગ બોસના નિર્માતાઓએ નિયા શર્મા સાથે માત્ર 15 દિવસ માટે કરાર કર્યો છે.
‘ખતરોં કે ખિલાડી 14’ ના ફાઈનલમાં રોહિત શેટ્ટીએ બિગ બોસમાં નિયાની એન્ટ્રી પર મોહર લગાવી હતી. તેણે સ્ટેજ પર જાહેરાત કરી હતી કે, આ સિઝનના અંતિમ સ્પર્ધકોમાંથી એક બિગ બોસમાં જવાની છે. નિયાનું નામ આગળ લઈ જઈને રોહિતે તેને અભિનંદન પાઠવ્યા. નિયા આ માટે સંમત થઈ અને શોમાં જવા માટે રાજી થઈ ગઈ. નિયા આ પહેલા પણ બિગ બોસ OTTનો ભાગ રહી ચુકી છે. તે એક ટાસ્કના સંબંધમાં થોડા કલાકો માટે શોમાં આવી હતી.
આ સ્પર્ધકો ‘બિગ બોસ 18’માં પણ એન્ટ્રી કરશે પોપ્યુલર ટીવી શો ‘કુંડળી ભાગ્ય’ની એક્ટર ધીરજ ધૂપરની શોમાં એન્ટ્રી નિશ્ચિત માનવામાં આવી રહી છે. અભિનેત્રી સુરભી જ્યોતિ, ‘યે જાદુ હૈ જીન’ એકટર શહેઝાદ ધામી, શોએબ ઈબ્રાહિમ અને નાયરા બેનર્જી પણ આ શોમાં પ્રવેશી શકે છે. બોલિવૂડ અભિનેત્રી સમીરા રેડ્ડી, ઉર્મિલા માતોંડકર અને શિલ્પા શિરોડકરનો પણ આ શોનો ભાગ બનવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે.