3 કલાક પેહલા
- કૉપી લિંક
ફેમસ કાર્ટૂન ‘છોટા ભીમ’ ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા મળશે. ફિલ્મનું નામ ‘છોટા ભીમ એન્ડ ધ કર્સ ઓફ દમયાન’ હશે. ફિલ્મના નિર્માતાઓએ આજે એટલે કે 14મી માર્ચે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 24 મે, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. તેણે લખ્યું- ‘ધોલકપુરને બચાવવા માટે દમયાન સામેની લડાઈમાં ભીમની ટોળકી સાથે જોડાઓ.’

ટીઝરમાં શું બતાવવામાં આવ્યું છે?
ટીઝરની શરૂઆત વોઈસ ઓવરથી થાય છે. ધોલકપુર બતાવતી વખતે એક અવાજ સંભળાય છે કે ‘આ શાંતિપૂર્ણ અને પ્રેમથી ભરેલા ધોલકપુર રાજ્યને કેટલાક ખરાબ લોકો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે.’ આ પછી ધોલકપુરની શાંતિ તબાહીમાં ફેરવાઈ જાય છે. બધા માને છે કે હવે એક જ બહાદુર માણસ છે જે ધોલકપુરને બચાવી શકે. બધાં પાત્રો ટીઝરમાં દાખલ થાય છે. ફિલ્મમાં અનુપમ ખેર ગુરુ શંભુની ભૂમિકામાં જોવા મળશે. ભીમ ગુરુ શંભુ અને તેની ટીમની મદદથી દુષ્ટતા સામે લડે છે. ટીઝરમાં મુખ્ય ખલનાયક પાત્રનું નામ દમયાન જણાવવામાં આવ્યું છે.

આ ફિલ્મમાં યજ્ઞ ભસીન, અનુપમ ખેર, મકરંદ દેશપાંડે, આશ્રય મિશ્રા અને સુરભિ તિવારી જેવા કલાકારો જોવા મળશે. રાજીવ ચિલ્કા દ્વારા દિગ્દર્શિત અને મેઘા ચિલ્કા દ્વારા નિર્મિત, ‘છોટા ભીમ એન્ડ ધ કર્સ ઓફ દમયાન’ નીરજ વિક્રમ દ્વારા લખાયેલ છે. તે ભારત લક્ષ્મીપતિ સાથે શ્રીનિવાસ ચિલાકલાપુડી દ્વારા સહ-નિર્માણ કરવામાં આવ્યું છે.