10 કલાક પેહલા
- કૉપી લિંક
આમિર ખાનની પુત્રી આયરા ખાનના ડેસ્ટિનેશન વેડિંગ 8થી 10 જાન્યુઆરી વચ્ચે તાજ લેક પેલેસ, ઉદયપુરમાં થશે. શુક્રવારે કપલ તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સાથે લગ્નસ્થળ પર પહોંચ્યું હતું. લગ્નમાં સામેલ થયેલા મિત્રો અને પરિવારના સભ્યોએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા અને વીડિયો શેર કર્યા છે, જે વાઇરલ થયા છે.
આયરાએ શનિવારે સવારે નૂપુર સાથેનો આ ફોટો શેર કર્યો હતો. ફ્લાઇટનો આ ફોટો ત્યારે લેવામાં આવ્યો છે, જ્યારે બંને શુક્રવારે મુંબઈથી ઉદયપુર જઈ રહ્યાં હતાં.

આયરા તેના પરિવારના સભ્યો અને મિત્રો લગ્નસ્થળ સુધી પહોંચવા માટે બોટમાં જાય છે.

પરિવારના કેટલાક સભ્યોએ બોટમાંથી વીડિયો બનાવ્યો અને શેર કર્યો.

આયરાએ તાજ લેક પેલેસ પહોંચ્યા બાદ પરિવારના સભ્યોનો ડાન્સ કરતો વીડિયો બનાવ્યો. હતો
તાજ લેક પેલેસ પહોંચ્યા બાદ પરિવારજનોએ ડાન્સ કર્યો હતો
ઉદયપુરના તાજ લેક પેલેસમાં પહોંચ્યા પછી આયરાના સાસુ પ્રિતમ શિખરે અને પિતરાઈ બહેન જેન મેરીએ સ્થાનિક કલાકારો સાથે ફિલ્મ ‘પીકે’ના ગીત પર ડાન્સ કર્યો. આ દરમિયાન આયરા તેના ફોનમાંથી એક વીડિયો રેકોર્ડ કરતી જોવા મળી હતી. સાંજે પરિવારના સભ્યોએ સ્થાનિક કલાકારોના સંગીત સાથે રાત્રિભોજન પણ માણ્યું હતું.

ડિનર સમયે રાજસ્થાની સ્થાનિક કલાકારોએ પણ પર્ફોર્મન્સ આપ્યું હતું.

આયરા ડિનરના એક વીડિયોમાં પણ જોવા મળી.
આમિર, આયરા અને નૂપુર શુક્રવારે ઉદયપુર પહોંચ્યાં હતાં
આમિર ખાન અને તેની પુત્રી આયરા તેના પતિ નૂપુર શિખરે સાથે શુક્રવારે સાંજે ઉદયપુર પહોંચી ગયાં છે. શુક્રવારે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ યુગલ ઉદયપુરના મહારાણા પ્રતાપ એરપોર્ટ પર જોવા મળ્યું હતું.

ઉદયપુર એરપોર્ટ પર પતિ નૂપુર અને માતા રીના સાથે આમિરની પુત્રી આયરા.
આ પ્રસંગે આયરાની માતા રીના દત્તા, નૂપુર શિખરેનો પરિવાર અને તેમના મિત્રો પણ સાથે આવ્યા હતા. આમિર ખાન તેના નાના પુત્ર આઝાદ સાથે છેલ્લે પહોંચ્યો હતો. તે લાલ કુર્તામાં હતો, જ્યારે આઝાદે કેઝ્યુઅલ ટી-શર્ટ અને ટ્રાઉઝર પહેર્યા હતા.

આમિર તેના નાના પુત્ર આઝાદ સાથે છેલ્લે ઉદયપુર પહોંચ્યો હતો.
ડેસ્ટિનેશન વેડિંગ 3 દિવસ ચાલશે
આયરા અને નૂપુરે 3 જાન્યુઆરીએ મુંબઈમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. હવે તેઓ 8થી 10 જાન્યુઆરી વચ્ચે તાજ લેક પેલેસમાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે. લગ્નની વિધિ 3 દિવસ સુધી ચાલશે.

આ તસવીર મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરની છે. આયરા-નૂપુરનું અહીં ભવ્ય રિસેપ્શન યોજાયું હતું.
13 જાન્યુઆરીએ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે
આ પછી 13 જાન્યુઆરીએ મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં ભવ્ય રિસેપ્શન યોજાશે. આ રિસેપ્શનમાં ફિલ્મજગતની ઘણી મોટી હસ્તીઓ હાજરી આપશે. આમિરના નજીકના મિત્રો સલમાન અને શાહરુખની સાથે અમિતાભ બચ્ચન પણ આ ફંક્શનમાં પોતાની હાજરી નોંધાવી શકે છે.