3 કલાક પેહલા
- કૉપી લિંક
હોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી એન્જેલિના અને તેના પૂર્વ પતિ બ્રાડ પિટના પુત્ર પેક્સ જોલી પિટનો 29 જુલાઈના રોજ અકસ્માત થયો હતો. લોસ એન્જલસમાં તેની ઝડપે આવતી બાઇક કાર સાથે અથડાઈ હતી, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ ભીડ એકઠી થઈ ગઈ હતી, એક પ્રત્યક્ષદર્શીએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સ્થિતિ જોઈને એવું લાગી રહ્યું હતું કે અકસ્માતમાં પેક્સનું મૃત્યુ થઈ ગયું છે. જો કે, જ્યારે પેરામેડિકલ ટીમે તેને સારવાર આપી ત્યારે તે ભાનમાં આવ્યો. લગભગ એક અઠવાડિયા સુધી ચાલેલી સારવાર પછી, પેક્સને હવે ICU (ઇન્ટેન્સિવ કેર યુનિટ)માંથી ખસેડવામાં આવ્યો છે.
તાજેતરના અહેવાલ મુજબ, પેક્સને ICUમાંથી બહાર લાવવામાં આવ્યો છે. તેને સાજા થવામાં હજુ ઘણો સમય લાગશે. આ ઉપરાંત તેને ફિઝિકલ થેરાપી પણ આપવામાં આવશે.
અહેવાલો અનુસાર એન્જેલિના જોલી તેના અકસ્માત પછી પેક્સ સાથે છે. જ્યારે તેના અન્ય ભાઈ-બહેનો પણ તેને મળવા સતત હોસ્પિટલ પહોંચી રહ્યા છે. તે બધાની સારી બોન્ડિંગ છે. હાલમાં, પેક્સને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી.
29 જુલાઈના રોજ, 20 વર્ષીય પેક્સ લોસ એન્જલસમાં લોસ ફેલિઝ બુલવાર્ડ પર અકસ્માતનો ભોગ બન્યો હતો. જ્યારે તેનો અકસ્માત થયો ત્યારે પેક્સ તેની BMX સ્ટાઈલની ઈ-બાઈક ખૂબ જ ઝડપે ચલાવી રહ્યો હતો અને તેણે હેલ્મેટ પણ પહેર્યું ન હતું. આ પહેલા પણ પેક્સ અનેકવાર અકસ્માતનો ભોગ બની ચુક્યો છે.
એન્જેલિના જોલીએ વર્ષ 2014માં બ્રાડ પિટ સાથે લગ્ન કર્યા હતા. ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ સ્મિથ’ના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો હતો. એન્જેલીના જોલીને 6 બાળકો છે, જેમાંથી 3 તેણે દત્તક લીધા છે. લગ્ન પછી, બ્રાડ પિટે એન્જેલિનાના દત્તક લીધેલા બાળકોને પોતાનું નામ આપ્યું.પેક્સ થીન જોલી પીટનો જન્મ 29 નવેમ્બર, 2003 ના રોજ વિયેતનામમાં થયો હતો. એન્જેલીના જોલીએ તેને 15 માર્ચ, 2017ના રોજ દત્તક લીધો હતો, ત્યારબાદ બ્રાડ પિટે તેને 2008માં દત્તક લીધો હતો. એન્જેલીના જોલીએ 2019 માં બ્રાડ પિટને છૂટાછેડા આપી દીધા હતા, જોકે બ્રાડ પિટની અટક હજુ પણ તેના તમામ બાળકોના નામમાં વપરાય છે.