14 કલાક પેહલા
- કૉપી લિંક
ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીએ સોમવારે, 22 જુલાઈએ અજય દેવગન સાથે તેની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેઇન’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ પ્રસંગે ડિરેક્ટરે એક વીડિયો શેર કર્યો છે. આ વાતને શેર કરતાં રોહિતે જણાવ્યું કે ‘સિંઘમ અગેઇન’નું શૂટિંગ એ જ દિવસે સમાપ્ત થયું હતું જે દિવસે સિંઘમ 13 વર્ષ પહેલાં 2011માં રિલીઝ થઈ હતી. રોહિતે એ પણ જણાવ્યું કે તે અજય સાથે 33 વર્ષથી કામ કરી રહ્યો છે અને ડિરેક્ટર તરીકે અજય સાથે આ તેની 13મી ફિલ્મ છે.

‘સિંઘમ અગેઈન’ના સેટ પર અજય અને રોહિતનો છેલ્લો દિવસ.
રોહિત એક વખત અજયની નીચે કામ કરતો હતો
સીન પાછળનો વીડિયો શેર કરતી વખતે રોહિતે લખ્યું, ‘સિંઘમના 13 વર્ષ અને ભાઈચારાનાં 33 વર્ષ.’ વીડિયોમાં રોહિતે કહ્યું, ‘આજે અમે સિંઘમ ફિલ્મનાં 13 વર્ષ પૂરાં કર્યાં છે. આજે સદ્ભાગ્ય જુઓ કે આ ફિલ્મની વર્ષગાંઠ પર, તેના ત્રીજા ભાગ ‘સિંઘમ અગેઇન’નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.

રોહિતે વીડિયોમાં કેટલાક BTS ફોટો પણ શેર કર્યા છે.
ડિરેક્ટર તરીકે તેમની સાથે આ મારી 13મી ફિલ્મ છે, પરંતુ આ સફર 90ના દાયકામાં શરૂ થઈ હતી જ્યારે હું તેમની નીચે કામ કરતો હતો. આજે 33 વર્ષ પછી પણ અમે મજબૂત રીતે સાથે કામ કરી રહ્યા છીએ.

રોહિતના આ વીડિયો પર અભિષેક બચ્ચને પણ પ્રતિક્રિયા આપી હતી.

અજય દેવગન અને રોહિતની પત્નીએ પણ આ અંગે ટિપ્પણી કરી હતી.
રોહિતે ઝમીન ફિલ્મથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી
રોહિતે અજયની પહેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ (1991)માં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. આ સિવાય તે ‘સુહાગ’, ‘હકીકત’, ‘પ્યાર તો હોના હી થા’ અને ‘રાજુ ચાચા’ જેવી ફિલ્મોમાં અજયનો આસિસ્ટન્ટ પણ હતો. 2003માં રોહિતે ફિલ્મ ‘ઝમીન’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી જેમાં અજય મુખ્ય ભૂમિકામાં હતો.

ફિલ્મ ‘ઝમીન’માં અજય ઉપરાંત અભિષેક બચ્ચન અને બિપાશા બાસુ જેવા કલાકારો પણ હતા.
આ ફિલ્મ 2024ની દિવાળી પર રિલીઝ થશે
‘સિંઘમ અગેઇન’ આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાની છે. ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત કરીના કપૂર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, જેકી શ્રોફ અને અર્જુન કપૂર જેવા કલાકારો જોવા મળશે. અર્જુન આમાં વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે.