10 મિનિટ પેહલા
- કૉપી લિંક
77મા બાફ્ટા (બ્રિટિશ એકેડેમી ફિલ્મ અવૉર્ડ)ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ‘ઓપનહાઇમર’ એ બેસ્ટ ફિલ્મ સહિત 7 બાફ્ટા જીત્યા છે. આ જ ફિલ્મ માટે દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનને બેસ્ટ દિગ્દર્શક, એક્ટર કિલિયન મર્ફીને બેસ્ટ લીડ એક્ટરનો અવૉર્ડ અને અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયરને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ વર્ષે, ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ‘ઓપનહાઇમર’ને બાફ્ટામાં 13 કેટેગરીમાં સૌથી વધુ નોમિનેશન મળ્યા છે. તે જ સમયે, આ વર્ષે કોઈ ભારતીય ફિલ્મને બાફ્ટામાં નોમિનેશન મળ્યું નથી.
‘ઓપનહાઇમર’માં લીડ રોલ નિભાવનાર સીલિયન મર્ફીનેબેસ્ટ એક્ટર ઈન લીડિંગ રોલ માટે બાફ્ટા અવૉર્ડ આપવામાં આવ્યો હતો
‘પુઅર થિંગ્સ’એ 5 અવૉર્ડ જીત્યા ‘ઓપનહેઇમર’ સિવાય ફિલ્મ ‘પુઅર થિંગ્સ’એ 5 બાફ્ટા જીત્યા હતા. અભિનેત્રી એમ્મા સ્ટોનને આ ફિલ્મ માટે બેસ્ટ લીડિંગ એક્ટ્રેસનો અવૉર્ડમળ્યો હતો. આ સિવાય ફિલ્મે કોસ્ચ્યુમ, મેક-અપ અને હેર, પ્રોડક્શન ડિઝાઇન અને સ્પેશિયલ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે બાફ્ટા પણ જીત્યો હતો.
એમ્મા સ્ટોને ફિલ્મ ‘પૂર થિંગ્સ’ માટે બેસ્ટ એક્ટ્રેસ ઈન લીડીંગ રોલ માટે બાફ્ટા જીત્યો હતો
આ અવૉર્ડ સમારોહનું આયોજન લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં કરવામાં આવ્યું હતું. સાયન્સ-ફિક્શન સિરીઝ ‘ડૉક્ટર હૂ’ ફેમ સ્કોટિશ અભિનેતા ડેવિડ ટેનાન્ટ આ સમારોહના હોસ્ટ હતા. બાફ્ટાની ગણતરી વિશ્વના ટોપના 4 ફિલ્મ અવૉર્ડમાં થાય છે.
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે આ કાર્યક્રમમાં પ્રેઝન્ટરતરીકે ભાગ લીધો હતો. તે સફેદ સાડીમાં જોવા મળી હતી.
દીપિકા પ્રેઝન્ટર તરીકે હાજરી આપી હતી
બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પણ પ્રેઝેન્ટર તરીકે અવૉર્ડ નાઈટમાં હાજરી આપી હતી. તે અહીં ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીની ચમકદાર સફેદ સાડીમાં જોવા મળી હતી. આ પહેલાં પણ દીપિકા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સાડી પહેરીને હાજરી આપી હતી. દીપિકા ઉપરાંત, ફૂટબોલર ડેવિડ બેકહામ, દુઆ લિપા, હ્યુગ ગ્રાન્ટ, ચીવેટેલ એજિયોફોર, ઇદ્રિસ એલ્બા, ગિલિયન એન્ડરસન અને એન્ડ્રુ સ્કોટ જેવા સેલેબ્સ પણ પ્રસ્તુતકર્તા તરીકે અવૉર્ડમાં હાજર રહ્યા હતા.
બાફ્ટાની 25 કેટેગરીમાં આ વિજેતાઓ છે
- શ્રેષ્ઠ ફિલ્મ – ઓપેનહાઇમર
- શ્રેષ્ઠ દિગ્દર્શક- ક્રિસ્ટોફર નોલાન (ઓપનહાઇમર)
- મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા – સિલિયન મર્ફી (ઓપનહાઇમર)
- મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી – એમ્મા સ્ટોન (પુઅર થિંગ્સ)
- સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા – રોબર્ટ ડાઉની જુનિયર (ઓપનહાઇમર)
- સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી – ડિવાઇન જોય રેન્ડોલ્ફ (ધ હોલ્ડવર્સ)
- શ્રેષ્ઠ મૂળ પટકથા – જસ્ટિન ટ્રાઇટ અને આર્થર હરારી (એનાટોમી ઓફ અ ફોલ)
- શ્રેષ્ઠ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે – કોર્ડ જેફરસન (અમેરિકન ફિક્શન)
- શ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મ- ધ બોય એન્ડ ધ હીરો
- શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી- 20 ડેઝ ઇન મેરીયુપોલ
- શ્રેષ્ઠ ફિલ્મ અંગ્રેજી ભાષામાં નથી – ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ
- શ્રેષ્ઠ કાસ્ટિંગ- સુસાન શોપમેકર (ધ હોલ્ડવર્સ)
- શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – હોયટે વાન હોયટેમા (ઓપનહાઇમર )
- શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન – હોલી વેડિંગ્ટન (પુઅર થિંગ્સ)
- બેસ્ટ એડિટિંગ – જેનિફર લેમ (ઓપનહાઇમર)
- શ્રેષ્ઠ મેકઅપ અને વાળ – નાદિયા સ્ટેસી, માર્ક કુલિયર અને જોશ વેસ્ટન (પુઅર થિંગ્સ)
- શ્રેષ્ઠ મૂળ સ્કોર – લુડવિગ ગોરાન્સન (ઓપનહાઇમર)
- શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન – શોના હીથ, જેમ્સ પ્રાઇસ અને ઝસુઝા મિહાલેક (પુઅર થિંગ્સ)
- બેસ્ટ સાઉન્ડ- જોની બાયર્ન અને ટાર્ન વિલાર્સ (ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ)
- શ્રેષ્ઠ સ્પેશિયલ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ – સિમોન હ્યુજીસ (પુઅર થિંગ્સ)
- ઉત્કૃષ્ટ બ્રિટિશ ફિલ્મ – ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ
- બ્રિટિશ લેખક, દિગ્દર્શક અને નિર્માતા – અર્થ મામા – સવાન્નાહ લીફ (લેખક, દિગ્દર્શક, નિર્માતા), શર્લી ઓ’કોનોર (નિર્માતા) અને મેડબ રિઓર્ડન (નિર્માતા)
- શ્રેષ્ઠ બ્રિટિશ શોર્ટ એનિમેશન – રોસ સ્ટ્રિંગર, બાર્ટોઝ સ્ટેનિસ્લાવેક અને એલેક્ઝાન્ડ્રા સિકુલક (ક્રેબ ડે)
- શ્રેષ્ઠ બ્રિટિશ શોર્ટ ફિલ્મ – યાસ્મીન અફીફી અને એલિઝાબેથ રુફાઈ (જેલીફિશ એન્ડ ધ લોબસ્ટર)
- EE રાઇઝિંગ સ્ટાર અવૉર્ડ- મિયા મેકકેના બ્રુસ
ઓપનહાઈમર’ ગોલ્ડન ગ્લોબ્સમાં પણ પ્રખ્યાત હતું
અગાઉ, ‘ઓપનહાઈમર’એ જાન્યુઆરીમાં આયોજિત 81મા ગોલ્ડન ગ્લોબ્સમાં પણ તહેલકો મચાવ્યો હતો. આ ફિલ્મે બેસ્ટ પિક્ચર સહિત 5 અવૉર્ડ જીત્યા હતા. ગોલ્ડન ગ્લોબ્સ 2024માં ‘બાર્બી’ને 9 કેટેગરીમાં અને ‘ઓપેનહિમર’ને 8 કેટેગરીમાં સૌથી વધુ નોમિનેશન મળ્યા છે.
ગોલ્ડન ગ્લોબ્સ 2024માં શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મેળવતા સિલિયન મર્ફી