11 મિનિટ પેહલા
- કૉપી લિંક
છેલ્લાં ઘણા દિવસોથી સૈફ અલી ખાનના પુત્રને ડેટ કરવાના સમાચારને કારણે ચર્ચામાં રહેલી પલક તિવારીની ખાનગી ચેટ લીક થઈ ગઈ છે. હાલમાં જ તેની અને પાપારાઝીના ફેવરિટ ઓરી વચ્ચેની ચેટનો સ્ક્રીનશોટ વાઇરલ થયો છે. વાઇરલ ચેટમાં ઓરીએ પલકને અપમાનજનક ઈમોજી મોકલ્યા છે.
આ ચેટ બીજા કોઈએ નહીં પણ ઓરીએ જ લીક કરી છે. તેમણે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામના સ્ટોરી સેક્શનમાં વ્હોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે. ચેટમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પલક ઓરીની માફી માંગવાનો પ્રયાસ કરી રહી છે, જેના જવાબમાં ઓરીએ તેને એક અશ્લીલ ઈમોજી મોકલી છે.
પલકે ઓરીને વ્હોટ્સએપ પર મેસેજ કર્યો – ઓરી, હું પલક છું, જો તમે માફી ઈચ્છો છો તો સારાના સન્માન માટે હું માફી માગુ છું. મને માફ કરો પલક તેનું વાક્ય પૂરું કરે તે પહેલાં ઓરીએ તેને એક ઇમોજી મોકલ્યું. ઓરીએ આગળ લખ્યું, ના બેબ, કદાચ તમે આત્મસન્માન માટે માફી માગી રહ્યા છો, કારણ કે તમને વાત કરવાનું આવડતું નથી. પલક આગળ લખ્યું- મેં માફી માગી છે.

આ ચેટ શેર કરતી વખતે ઓરીએ પલક તિવારીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પલકે ઓરીની માફી કેમ માગી તે અંગે કોઈ માહિતી સામે આવી નથી, જો કે અંદાજ લગાવી શકાય છે કે નવા વર્ષની ઉજવણી દરમિયાન બંને વચ્ચે કંઈક થયું હશે.
બંને વચ્ચે સારાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કદાચ આ બંને સારા અલી ખાન વિશે વાત કરી રહ્યા હશે, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી પલક તિવારી સારાના ભાઈ ઈબ્રાહિમ અલી ખાનને ડેટ કરવાના સમાચારને કારણે ચર્ચામાં છે. પલક અને ઈબ્રાહિમ પણ સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરતા જોવા મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, પલકનો કથિત બોયફ્રેન્ડ ઈબ્રાહિમ અલી ખાન ઓરી ઉર્ફે ઓરહાનનો ખાસ મિત્ર છે. બંને ઘણીવાર સાથે પાર્ટીમાં હાજરી આપે છે. ડિસેમ્બરમાં ઈબ્રાહિમ, પલક અને ઓરી એક કોન્સર્ટમાં સાથે જોવા મળ્યા હતા.
