2 કલાક પેહલા
- કૉપી લિંક
સોશિયલ મીડિયાના જાણીતા ઈનફ્લુએન્સરઅને સ્ટારકિડ્સના મિત્ર ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામણીએ સારા અલી ખાન અને તેમની મિત્રતા વિશે કેટલીક બાબતો જણાવી છે. આટલું જ નહીં તેમણે સારાની એક્ટિંગ કરિયર સાથે જોડાયેલા કેટલાક ફેક્ટ્સ પણ શેર કર્યા છે. ખરેખર, આસ્ક મી એનિથિંગના એક સેશનમાં ઓરીને પૂછવામાં આવ્યું કે, ‘સારા અલી ખાન સાથે તેની મિત્રતા કેવી છે?’
આ વાતનો ખુલાસો કરતા ઓરીએ કહ્યું- ‘એક સમયે અમે ઘણા સારા મિત્રો હતા. અમારી વચ્ચે હજુ સુધી કોઈ ઝઘડો નથી થયો, પરંતુ અમારી મિત્રતા પહેલાં જેવી નથી રહી. જો બંનેમાંથી કોઈ એક એકબીજાને ફોન કરે તો વાતચીત થઈ જાય છે. પરંતુ થોડા વર્ષો પહેલાં હું વિદેશ ગયો હતો, સારા તેમની એક્ટિંગ કરિયરને કારણે ભારતમાં હતી. આ દરમિયાન અમારી વચ્ચે થોડું અંતર હતું.’
ઓરી અને સારા અલી ખાન ઘણાં વર્ષોથી મિત્રો છે
તેમણે કહ્યું- ‘સારા અને મારી વચ્ચે હવે ઓછી વાત થાય છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે અમે ક્યારે પણ અલગ ન થનારા મિત્રો હતા.’
સારાની કારકિર્દી અંગે ઓરીનો અભિપ્રાય
ઓરીએ જણાવ્યું કે, ‘સારા તેની અભિનય કરિયરને લઈને ખૂબ જ ગંભીર છે. તેમને ઉઠતી, બેસતી, જમતી અને પીતી વખતે ફક્ત ને ફક્ત અભિનય કરતી જોવા મળે છે. તે સતત કામ વિશે વિચારે છે.’ ઓરીએ કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે, ‘સારા એક મહાન અભિનેત્રી છે. તેમની માતા અમૃતા સિંહની જેમ તે પણ ખૂબ જ મજબૂત અને બોલ્ડ બનવા જઈ રહી છે. સારા કોઈને પણ પોતાના ઉપર પ્રભુત્વ જમાવવાની તક આપતી નથી.’
ઓરીએ કહ્યું કે ‘સારા તેના કરિયરને લઈને ખૂબ જ ગંભીર છે’
જાહન્વી કપૂર, ન્યાસા દેવગન અને સુહાના ખાન વિશે પણ ખુલાસાઓ થયા હતા
ઓરીએ હાલમાં જ જાહન્વી કપૂર, ન્યાસા દેવગન અને સુહાના ખાન વિશે ઘણા ખુલાસા કર્યા છે. અજય દેવગનની પુત્રી ન્યાસા અંગે તેમણે કહ્યું કે, ‘તેમના વિશે ઘણા લોકોના મત ખોટા છે. ઓરીએ જણાવ્યું કે ન્યાસા ખૂબ જ અંતર્મુખી સ્વભાવની છે. તેમણે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બંધ રાખ્યું છે જેથી તેણે લોકોની ટિપ્પણીઓ પર જવાબ અથવા સ્પષ્ટતા ન કરવી પડે. તેમણે વધુમાં લખ્યું કે લોકો તેમના વિશે ખોટા અભિપ્રાય ધરાવે છે. તે ખૂબ જ ખાનગી અને લોકો જે વિચારે છે તેનાથી ખૂબ જ અલગ વ્યક્તિ છે.’
ન્યાસા દેવગન અને ઓરી ઘણીવાર પાર્ટીઓમાં સાથે જોવા મળે છે
જાહન્વી કપૂરને થેરાપિસ્ટ ગણાવી
જાહન્વી વિશે લખતી વખતે ઓરીએ કહ્યું કે, તે તેમના માટે થેરાપિસ્ટ છે. ‘તેમણે મને મારા ખરાબ તબક્કામાંથી બહાર કાઢ્યો છે’ ઓરીએ કહ્યું કે ‘3 વર્ષ પહેલાં હું મારા જીવનના સૌથી ખરાબ તબક્કે હતો. તે સમયે જાહન્વીએ મને ફોન કરીને અઠવાડિયા સુધી બેબી-સીટિંગ ર્ક્યું હતું.’અત્રે ઉલ્લેખનીય છે કે જાહન્વી કપૂર ઓરીની બેસ્ટ ફ્રેન્ડ છે.
જાહન્વી કપૂર અને ઓરી બેસ્ટ ફ્રેન્ડ્સ છે
ઓરીએ સુહાના ખાનને સ્માર્ટ ગણાવી હતી
જ્યારે લોકોએ ઓરીને પૂછ્યું કે, ‘શું સુહાના ખાન ‘ધ આર્ચીઝ’ વિશેની નકારાત્મક ટિપ્પણીઓ વિશે જાણે છે?’ તેના પર ઓરીએ કહ્યું કે અહીં કોઈ મૂર્ખ નથી. દરેક વ્યક્તિ સત્યથી વાકેફ છે. તે લોકો ખૂબ જ સ્માર્ટ હોય છે અને વાસ્તવિકતા સાથે પણ જોડાયેલા હોય છે.’
ઓરી તાજેતરમાં બિગ બોસ 17માં પણ જોવા મળ્યો હતો